GSTV
Home » News » ઈન્ડોનેશિયાની ધરતી પર ઉતર્યો ‘રિયલ સ્પાઈડર મેન’ : પ્રધાનમંત્રી મોદી જે વાત કહે છે તે કામ કરી સૌને ચોંકાવી દીધા

ઈન્ડોનેશિયાની ધરતી પર ઉતર્યો ‘રિયલ સ્પાઈડર મેન’ : પ્રધાનમંત્રી મોદી જે વાત કહે છે તે કામ કરી સૌને ચોંકાવી દીધા

ઇન્ડોનેશિયામાં એક કેફેમાં જોબ કરતો એક યુવાન સ્પાઇડર મેનનો પોષાક પહેરીને દરિયાકાંઠે કચરો ઉઠાવી રહયો છે. આ યુવાનનો સ્પાઇડરમેન બનવાનો હેતું લોકોને દરિયાકાંઠે સ્વચ્છતા રાખવા માટે જાગૃત કરવાનો છે. આ યુવાનનું નામ રુડી હાર્ટોનો છે.

રુડીએ પહેલા સામાન્ય પોષાક પહેરીને દરિયાકાંઠે કચરો વિણવાનું શરુ કર્યુ તો કોઇનું ધ્યાન ખેંચાયું ન હતું પરંતુ સ્પાઇડરમેનનો પોષાક પહેરીને એક દિવસ આવ્યો ત્યારે સેંકડો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. થોડીક વાર તો દરિયાકાંઠેથી પસાર થઇ રહેલા લોકોને હુબહું સ્પાઇડરમેન હોવાનું જણાયું હતું.

કેટલાક લોકોએ નજીક આવીને પુછપરછ કરી ત્યારે રુડીએ સ્વચ્છતા માટે સ્પાઇડરમેન બન્યો હોવાનું સમજાવ્યું હતું. ઇન્ડોનેશિયામાં પણ કચરો અને પ્લાસ્ટિક માટે ભારત જેવી સ્થિતિ જોવા મળે છે. ટાપુઓના બનેલા આ દેશના સેંકડો દરિયાકાંઠાઓ પર ગંદકી વધી રહી છે અને કાંઠાઓ કચરા નિકાલની જગ્યા બની છે. વિશ્વમાં કોઇ પણ સ્થળે નદી કે દરિયાકાંઠો હોય ત્યાં આવી સ્થિતિ જોવા મળે છે પરંતુ ઇન્ડોનેશિયામાં સ્થિતિ વધુ વિકટ છે. વિશ્વમાં ચોથા ક્રમનો સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં વર્ષે ૩૨ લાખ ટન કચરો પેદા થાય છે જેમાંથી ૧૩ લાખ ટન જેટલો દરિયામાં ઠલવાય છે.

સ્પાઇડરમેન રોજ દરરોજ કચરો ઉઠાવીને દરિયાકાંઠો સાફ કરતો હોવાથી ઇન્ડોનેશિયાના લોકોનું ધ્યાન સ્વચ્છતાની સમસ્યા બાબતે દોરાયું છે એટલું જ નહી વિશ્વમાં પણ આ સ્પાઇડરમેનની તસ્વીર વાઇરલ થઇ છે. આમ તો આ પોષાક પોતાના પિતરાઇ ભાઇનું મનોરંજન કરવા માટે ખરીદયો હતો પરંતુ તે હવે સ્વચ્છતાનું પ્રતિક બની ગયો છે. ૩૬ વર્ષના યુવાન રુડી હાર્ટોનોએ સ્પાઇડરમેન બનીને અનેક સમાચારપત્રો તથા ટીવી ચેનલોને ઇન્ટરવ્યું આપ્યા છે. કોઇ ટીવી શોમાં પણ સ્પાઇડરમેનનો પોષાક પહેરીને પહોંચી જાય છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં CAAના વિરોધમાં હિંસા, અત્યાર સુધી એક હેડ કોન્સ્ટેબલ સહિત 5ના મોત

Arohi

ડોનાલ્ડ ટ્રમ્પનાં ભારત પ્રવાસ અંગે મુકેશ અંબાણીએ સત્યા નડેલા સાથે કરી આ વાત

Bansari

કોરોનાનો કોહરામ : સામ્યવાદી દેશનાં દાયકામાં પ્રથમ વખત સંસદનું સત્ર થયું સ્થગિત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!