GSTV
Home » News » સલમાન ખાન હજુ સુધી શા માટે છે સિંગલ? ઐશ્વર્યા કે કેટરિના નહી આ વ્યક્તિના કારણે લગ્ન કરવા તૈયાર નથી

સલમાન ખાન હજુ સુધી શા માટે છે સિંગલ? ઐશ્વર્યા કે કેટરિના નહી આ વ્યક્તિના કારણે લગ્ન કરવા તૈયાર નથી

સલમાન ખાન આજે પણ મોસ્ટ એલિજીબલ બેચલર્સમાંથી એક માનવામાં આવે છે. આ એક્ટરનું નામ આજ સાથે અનેક હસીનાઓ સાથે જોડાયું પરંતુ લગ્ન કોઇ સાથે શક્ય ન બન્યાં. સંગીતા બીજલાની સાથે તો સલમાન ખાનના લગ્નના કાર્ડ પણ છપાઇ ગયાં હતાં પરંતુ છેલ્લી ઘડીએ તેમના સંબંધો તૂટી ગયાં.

તે બાદ પણ સલમાન અનેક સિરિયસ રિલેશનશીપમાં આવ્યો પરંતુ સલમાનને ઘોડીએ ચડતો જોવાનું ફેન્સ અને ફેમિલીનું સપનું હજુ સુધી અધૂરુ જ છે. તેવામાં હવે સલમાન કેમ હજુ સુધી સિંગલ છે તેનું અસલ કારણ સામે આવ્યું છે.

ખાન પરિવારના નજીકના સૂત્રએ જણાવ્યું કે હકીકતમાં સલમાન ખાન પોતાના પરિવારને સૌથી વધુ પ્રેમ કરે છે અને તેમના માટે તે કંઇ પણ કરવા માટે તૈયાર છે. પરિવારના પ્રેમ સામે કોઇનો પણ પ્રેમ સલમાન સામે ટકી નથી શકતો.

સૂત્રએ જણાવ્યું કે સલમાન ભાઇ પોતાના પરિવાર માટે કંઇ પણ કરી શકે છે. તેનો પ્રેમ નિસ્વાર્થ છે. ઘણીવાર તેમના લગ્ન થવાના આરે હતા પરંતુ દરેક વખતે કોઇ બીજા વ્યક્તિને પોતાના પરિવાર કરતાં વધુ મહત્વ આપવામાં તે અસફળ રહ્યાં. સલમાનને લાગે છે કે પાર્ટનરને કમિટમેન્ટ આપવું અને પછી તેના 100 ટકા ન આપી શકવું સલમાનને અયોગ્ય લાગે છે. આ જ કારણ છે કે તે હજુ સુધી સિંગલ છે.

સલમાન માટે તેનો પરિવાર સૌથી પહેલાં છે. સલમાન સોમી અલી સાથે લગ્ન કરવા જઇ રહ્યો હતો અને સંગીતા બીજલાની સાથે તો તેના લગ્નના કાર્ડ પણ છપાઇ ગયાં હતા. વર્ષ 2000ની શરૂઆતમાં તે અન્ય એક એક્ટ્રેસ સાથે લગ્ન કરવા જઇ રહ્યો હતો ત્યાં કેટરિના કૈફ પણ ખાન પરિવારનો હિસ્સો બનવાની હતા. જો કે દરેક વખતે તેને એ જ ડર હતો કે તેનો સાથી તેના પરિવાર પ્રત્યેનો આટલો પ્રેમ સમજી શકશે કે નહી. આ જ વસ્તુ તેને લગ્ન કરવાથી રોકી દે છે.

Dabangg Khan

સૂત્રએ તેમ પણ જણાવ્યું કે ખુદ ખાન પરિવાર પણ ઇચ્છે છે કે સલમાન લગ્ન કરી લે. જો કે સલમાન પોતાના પરિવાર કરતાં કોઇને વધુ પ્રેમ કરવા અંગે વિચારી પણ નથી શકતો. તેના બદલે તે ખાન પરિવારને દરેક પ્રકારે વધુ મજબૂત બનાવવાના પ્રયાસ કરે છે જેથી દરેક સભ્ય ખુશીથી રહી શકે.

Read Also

Related posts

હિન્દી બેલ્ટે મોદીને ફરી બનાવ્યા પીએમ, 2 રાજ્યોમાં તો ભાજપે ક્લિનસ્વીપ મેળવી

Nilesh Jethva

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રચંડ જીત બાદ, સોશ્યલ મીડિયા પર વાયરલ થયા મીમ્સ

Path Shah

ભજીયા બનાવીને કંગના રનૌતે કરી પીએમ મોદીની જીતની ઉજવણી, ખાસ અંદાજમાં પાઠવી શુભેચ્છા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!