GSTV

PHOTOS : જંગલમાં 40 વર્ષ સ્વસ્થ રહ્યો ‘રિયલ લાઇફ’ ટાર્ઝન, માનવીઓ વચ્ચે માત્ર આટલા વર્ષ જ જીવી શક્યો

ટાર્ઝન

Last Updated on September 14, 2021 by Bansari

જંગલમાં ઉછરેલા ‘રિયલ લાઇફ ટાર્ઝન’ (Real Life Tarzan)’નું માનવીઓ વચ્ચે ફક્ત 8 વર્ષ જીવન પસાર કર્યા બાદ મોત નિપજ્યુ છે. આધુનિક દુનિયાથી અલગ જંગલમાં 40 વર્ષ સુધી જીવન પસાર કરનાર વેન લેંગ (Ho Van Lang) વિશે લોકોને 8 વર્ષ પહેલા જાણ થઇ હતી અને પછી માનવીય સભ્યતા વચ્ચે તેને લાવવામાં આવ્યો હતો.

કેન્સરથી થયુ મોત

હો વેન લેંગ (Ho Van Lang) જંગલમાં ખૂબ જ સ્વસ્થ જીવન પસાર કરતો હતો, પરંતુ માનવીઓની વચ્ચે આવ્યાના ફક્ત 8 વર્ષમાં લેંગને લીવર કેન્સર થઇ ગયુ અને તેના જ કારણે તેનું મોત નિપજ્યુ. ગત સોમવારે (6 સપ્ટેમ્બર) લેંગને દમ તોડી દીધો.

પિતા સાથે જંગલમાં રહેતો હતો લેંગ

ટાર્ઝન

એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2972માં વિયેતનામ યુદ્ધ દરમિયાન અમેરિકન બોમ્બમારામાં હો વેન લેંગ (Ho Van Lang)ની માતા અને અન્ય બે ભાઇઓના મોત થઇ ગયા હતા. તે બાદ પોતાના નાના દિકરાનો જીવ બચાવવા માટે લેંગના પિતા જંગલમાં જઇને છુપાઇ ગયા અને ત્યારથી જ બાપ-દિકરો જંગલમાં રહેવા લાગ્યાં હતા. તે સમયે લેંગની ઉંમર ફક્ત 2 વર્ષની હતી.

માનવીય સભ્યતાની કોઇ જાણકારી ન હતી

ટાર્ઝન

હો વેન લેંગ (Ho Van Lang) એ પિતા ઉપરાંત પોતાના જીવનમાં કોઇ અન્ય માનવીને જોયો ન હતો. લેંગને માનવીય સભ્યતા, પહેરવેશ, ખાણી-પીણી વિશે પણ કોઇ જાણકારી ન હતી. તે જંગલમાં મળતી વસ્તુઓ ખાઇને અને વૃક્ષના પાન તથા છાલ પહેરીને રહેતા હતા.

જંગલમાં લેંગનું ભોજન

ટાર્ઝન

હો વેન લેંગ અને તેના પિતા જંગલમાં ફળ, શાકભાજી, મધ અને અનેક પ્રકારના માસ ખાતા હતા. તેમના ભોજનમાં વાનર, ઉંદર, પાસ, ગરોળી, દેડકો,ચામાચિડિયુ, પક્ષીઓ અને માછલી સહિત ઘણા પ્રકારના માસ સામેલ હતા.

મહિલાઓ વિશે કોઇ જાણકારી ન હતી

ટાર્ઝન

આ ઉપરાંત હો વેન લેંગે ક્યારેય કોઇ મહિલા જોઇ ન હતી અને તેને તેની કોઇ જાણકારી ન હતી. માનવીઓ વચ્ચે આવ્યા બાદ જ્યારે તેને મહિલાઓ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તેના પિતાએ તેને આ વિશે કઇ જણાવ્યું નથી.

મોર્ડન લાઇફમાં એડજસ્ટ ન થઇ શક્યો

ડૂ કાસ્ટવે નામની એક કંપની, જે લોકોને જંગલોમાં રહેવાની ટ્રિક્સ શીખવે છે. માનવીઓ વચ્ચે આવ્યા બાદ તે કંપનીના એલવરો સેરેડોએ હો વેન લેંગ સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું કે તેની મોત માનવીઓની દુનિયામાં આવ્યા બાદ થયેલા બદલાવના કારણે થઇ છે. લેંગ તૈયાર ખાદ્ય પદાર્થો ખાવા લાગ્યો હતો અને દારૂ પણ પીવા લાગ્યો હતો. તેણે કહ્યું કે હુ લેંગના નિધનથી ખૂબ જ દુખી છું. પરંતુ મારા માટે તેનુ જવુ એક મુક્તિ સમાન છે કારણ કે હું જાણતા હતો કે તે પાછલા ઘણા મહિનાઓથી પીડિત હતો.

Read Also

Related posts

દિવાળી પહેલા 12 લોકોને સરકાર આપશે મોટી ભેટ! બેંક ખાતામાં આવશે આટલા હજાર રૂપિયા

Zainul Ansari

આ છે વિશ્વના પાંચ એવા બ્રીજ જેને ઓળંગવા માટે જીવ હથેળી પર લઇને પડે છે ફરવું, જો તમે છો રોમાંચના શોખીન તો એકવાર જરૂર લો મુલાકાત…

Zainul Ansari

સારા સમાચાર! સરકાર તમામ ખેડૂતોને આપશે કિસાન ક્રેડિટ કાર્ડ, અહીં અરજી કરો અને મેળવો લાભ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!