GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

‘રાષ્ટ્રની સુરક્ષા સામેના પડકારોને પહોંચી વળવા તૈયાર છીએ’ : સીડીએસ જનરલ રાવત

વર્ષના છેલ્લા દિવસે ભારતીય લશ્કરના નવા વડા તરીકે જનરલ મુકુંદ મોહન નરવાણેએ આર્મી ચીફ તરીકે પદભાર સંભાળ્યો હતો. તેમણે આ જવાબદારી નિવૃત્ત થઈ રહેલા આર્મી ચીફ જનરલ બિપીન રાવત પાસેથી સ્વિકારી હતી. સરકારે નક્કી કર્યા પ્રમાણે આજે નિવૃત્ત થયેલા જનરલ રાવતને દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ)ના પદે નિમણૂક આપી હતી. એ રીતે દેશના સંરક્ષણ ક્ષેત્રે આજે બે મહત્ત્વના ફેરફારો થયા હતા.

આ પ્રસંગે બેટન નવા જનરલ નરવાણેને સોંપતી વખતે જનરલ રાવતે કહ્યું હતું કે નરવાણેની આગેવાનીમાં ભારતીય સૈન્ય વધારે ઊંચાઈઓ હાંસલ કરશે. તેમણે એમ પણ કહ્યું હતુ કે ભારતની સુરક્ષા સામે ઉભા થઈ રહેલા વિધ વિધ પ્રકારના પડકારોને પહોંચી વળવા આપણે હવે વધારે તૈયાર અને સજ્જ છીએ.તેમણે પોતાના 3 વર્ષના લશ્કરી વડા તરીકેના કાર્યકાળ દરમિયાન પડખે ઉભા રહેનારા તમામ સૈનિકો, નાગરિકો, પૂર્વ સૈનિકો, વીર નારી (સૈનિકોની વિધવાઓ), માતાઓ તથા તેમના પરિવારજનો એમ સૌ કોઈનો આભાર માન્યો હતો.

હિમ પવનોનો સામનો કરતા સૈનિકોને સલામ

તેમણે ખાસ કહ્યું હતું કે દેશની ઉત્તર, પૂર્વ અને ઉત્તર-પૂર્વ એ સરહદે ખડે પગે ફરજ બજાવતા સૈનિકોને હું વિશેષ અભિનંદન આપવા માંગુ છું. કેમ કે ત્યાં બર્ફીલા પવનો ફૂંકાઈ રહ્યા છે અને તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. વાતાવરણ અતી દુર્ગમ છે. એ સિૃથતિમાં પણ આપણા સૈનિકો ફરજ બજાવી રહ્યાં છે. હોદ્દાનું હસ્તાંતરણ કરવાના પ્રસંગ પહેલા સવારમાં જનરલ રાવતે નેશનલ વૉર મેમોરિયલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી તથા પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

જનરલ નરવાણે નવા આર્મી ચીફ

દેશના 28મા ચીફ ઑફ આર્મી સ્ટાફ (લશ્કરી વડા) તરીકે જનરલ નરવાણેએ વિદાય લઈ રહેલા જનરલ રાવત પાસેથી પદભાર સંભાળ્યો હતો. 1960માં જન્મેલા જનરલ નરવાણે 1980થી ભારતીય સૈન્યમાં છે. લશ્કરી વડા બનતા પહેલા તેઓ નાયબ વડા (વાઈસ ચીફ ઑફ ધ આર્મી સ્ટાફ) હતા. તેઓ મૂળ પુનાના છે અને નેશનલ ડિફેન્સ એકેડમીમાં ભણેલા છે. ચીન અને પાકિસ્તાન બન્ને સરહદોએ તેમણે કામ કર્યું છે, તો વળી શ્રીલંકામાં તમિલ ટાઈગર વિરૂદ્ધ થયેલા ઓપરેશન પવનમાં પણ તેમણે સક્રિય ભાગ લીધો હતો. પદભાર સંભાળ્યા પછી તેમણે દેશની સરહદો મજબૂત કરવા પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદીઓના સહારે લડાઈ લડયા કરે છે. પાકિસ્તાનની આ ટ્રીક લાંબો સમય ચાલશે નહીં. એ શરહદે અશાંતી સૃથાપશે તો અમે પણ આક્રમક જવાબ આપીશું.

સીડીએસ એ ત્રણેય પાંખનું સન્માન છે

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ તરીકે હવે શું કરશો એવુ પૂછવામાં આવ્યું ત્યારે જનરલ રાવતે કહ્યું હતું કે આજ સુધી હું આર્મી ચીફ હતો. માટે આગામી હોદ્દા અંગે વિચારવાનો સમય ન હતો અને પ્રાયોરિટી પણ ન હતી. હવે હું સીડીએસ બની રહ્યો છું, એટલે મારા હોદ્દા પ્રમાણે દેશ માટે કામ કરીશ. પરંતુ હું સીડીએસ બન્યો એમાં દેશના લશ્કરની ત્રમેય પાંખના તમામ સૈનિકોનો ફાળો છે. સીડીએસનું મહત્ત્વ એક વ્યક્તિ તરીકે નથી, આજે આ હોદ્દા પર રાવત છે, કાલે કોઈ બીજું હશે. મૂળ કામ દેશની સુરક્ષા મજબૂત કરવાનું છે.

ડિપાર્ટમેન્ટ ઑફ મિલિટરી અફેર્સ

સીડીએસનું કામ ત્રણેય સૈન્ય અને સરકાર વચ્ચે સંકલન-સંતુલન જાળવવાનું છે. સીડીએસ માટે સરકારે હાલ ડિપાર્ટમેન્ટ ઑફ મિલિટરી અફેર્સની ખાસ રચના કરી છે. અત્યારે સીડીએસ વિવિધ વિભાગો સાથે આ વિભાગના પણ વડા ગણાશે. ડિફેન્સની ત્રણેય વિંગ માટે થતી ખરીદીમાં શક્ય એટલી સ્વદેશી ચીજોનો ઉપયોગ થાય, મેક ઈન ઈન્ડિયા હેઠળ બનેલી ચીજોનો વપરાશ વધે એ માટે સીડીએસ પ્રયાસો કરશે. ગવર્મેન્ટ ઑફ ઈન્ડિયા (એલોકેશન ઑફ બિઝનેસ) રૂલ્સ 1961 હેઠળ રાષ્ટ્રપતિએ સીડીએસના હોદ્દાને મંજૂરી આપી હતી. સીડીએસની નિમણૂક પછી સંરક્ષણ મંત્રાલયના કુલ વિભાગોની સંખ્યા વધીને પાંચ થઈ હતી.

નવા હોદ્દા માટે નવો ડ્રેસ

સીડીએસનો હોદ્દો ભારતમાં પ્રથમ વાર ઉભો કરવામાં આવ્યો છે. આર્મી, નેવી, એરફોર્સમાં ડ્રેસ કોડનું વિશેષ મહત્ત્વ છે. કોઈ પણ અિધકારીના નામ આગળ હોદ્દો લખેલો હોતો નથી, તેના ડ્રેસના આધારે એ ઓળખી શકાય છે. સીડીએસ એ આ ત્રણેય કરતાં અલગ હોવાથી તેના માટે ઓલિવ ગ્રીન કલરનો નવો ડ્રેસ તૈયાર કરવામાં આવ્યો હતો. આ હોદ્દો ત્રણેય વિંગનું પ્રતિનિિધત્વ કરતો હોવાથી ડ્રેસમાં કોઈ એક પાંખને બદલે ત્રમેય પાંખના સિમ્બોલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમેરિકા-માલદિવ્સના અભિનંદન

જનરલ રાવતને સીડીએસના પદ માટે અમેરિકા, માલદિવ્સ વગેરે દેશોએ અભિનંદ આપ્યા હતા. ભારત ખાતેના અમેરિકી રાજદૂત કેન જસ્ચરે તથા માલદિવ્સના વિદેશ મંત્રાલયે ટ્વીટ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. એ ઉપરાંત દેશ-દુનિયામાંથી 18 હજાર કરતા વધારે અભિનંદન આપતી ટ્વિટ થઈ હતી.

વડાપ્રધાને ફેરવેલ પાર્ટીમાં જનરલ રાવતને જાણ કરી હતી

સીડીએસ તરીકે જનરલ રાવત જ આવશે કે બીજું કોઈ એ ચર્ચા થોડા દિવસથી ચાલી રહી હતી. સર્જિકલ સ્ટ્રાઈક વખતે ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ) રહી ચૂકેલા લેફ્ટનન્ટ જનરલ રણબિર સિંહનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું. દરમિયાન નિવૃત્ત થઈ રહેલા જનરલ રાવત માટે વડા પ્રધાને ફેરવેલ ડિનર (વિદાય ભોજન)નું આયોજન કર્યું હતું. એ વખતે જ વડા પ્રધાને જનરલ રાવતને કહ્યું હતું કે તમે દેશના પ્રથમ સીડીએસ બનવા જઈ રહ્યા છો.

સરકારે આ નિર્ણય ખોટા સમયે લીધો સીડીએસ સામે પણ કોંગ્રેસનો વિરોધ

કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ આજે કહ્યું હતું કે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફની નિમણૂકનો આ સમય ખોટો છે. સરકારે પોતાના રાજકીય ઈરાદાઓ પાર પાડવા માટે સમયની પસંદગી કરી છે. તેમણે કહ્યુ હતુ કે સરકાર આ નિમણૂક દ્વારા દેશને કઈ દિશામાં લઈ જવા માંગે છે? મનિષ તિવારીએ એવુ પણ કહ્યું હતુ કે જ્યારે સંરક્ષણ મંત્રાલયમાં ત્રણેય સૈન્ય પાંખ અને મંત્રી વચ્ચે સંકલન માટે વિવિધ સરકારી અિધકારીઓ, લશ્કરી અિધકારીઓ અને સેક્રેટરી છે જ. ત્યારે આ નવા હોદ્દાની શું જરૂર પડી છે? જોકે કોંગ્રેસના વિરોધમાં ખાસ દમ જોવા મળ્યો ન હતો, કરવા ખાતર કરેલો વિરોધ હોય એમ કોંગ્રેસ પક્ષ સીડીએસ સામે કોઈ નક્કર વાંધો રજૂ કરી શક્યો ન હતો.

READ ALSO


Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!