અત્યારનો યુગ એટલે ફેશન સાથે જોડાયેલો યુગ છે. કપડા અને ચપ્પલની સાથો સાથ હવે ગોગલ્સ પણ એક સ્ટેટસ માટેની વસ્તુ બની ગઇ છે. પરંતુ હકીકતમાં કેવા ગોગલ્સ પહેરવા જોઇએ, તે અંગે લોકો જાગૃત હોતા નથી. જો ચીલા ચાલુ ગોગલ્સ પહેરીને ઉતરાયણ પર પતંગ ઉડાવી તો આંખોને નુકશાન થઈ શકે છે.

ઉતરાયણનું પર્વ હર્ષઉલ્લાસ સાથે ઉજવવાનો પર્વ છે. પતંગ રસીકો આખો દિવસ પતંગ ઉડાવે છે, જેના માટે ગોગલ્સનો ઉપયોગ કરતા હોય છે. જેથી પતંગ અને માંજાની ખરીદીની સાથે સાથ ગોગલ્સની ખરીદી કરી લેતા હોય છે. પરંતુ રસ્તા પર જે ગોગલ્સ મળતા હોય છે, તે ૫૦ થી ૧૦૦ રૂપિયામાં મળી જતા હોય છે. તેની સામે શોપમાં વધારે ભાવ હોય છે. કારણ કે શોપમાં બ્રાન્ડેડ અને યુવી પ્રોટેકશન લેન્સ જોવા મળે છે. જે આંખની કાળજી માટે ખુબ જ જરુરી છે. રસ્તા પરના ગોગલ્સ લોકલ પ્લાસ્ટીકના હોય છે. જે આંખને ખુબજ નુકસાન પહોંચાડે છે.
ડોક્ટર સલાહ આપે છે કે, આંખએ શરીરનો અગત્યનો અંગ છે. તેના વગર જીવનમાં અંધકાર છે. તો માણસે પહેલા આંખની સંભાળ લેવી જોઇએ એટલે આંખને યોગ્ય હોય તેવા ગોગલ્સ પહેરવા જોઇએ. ખાસ તો રસ્તામાં લો રેટ અને પ્લાસ્ટીકનાં જ હોય છે તેવા સસ્તા ગોગલ્સ પહેરાવાથી આંખમાં મોતીયો, જામર જેવા પ્રશ્ર્નો ઉદ્દભવે છે.

ઓરીનલ ગોગલ્સમાં પોલો રાઇડ સન ગ્લાસીસ આવે જે પહેરવાથી આંખને ઠંડક મળે ખાસ તો તડકાના આ માહોલમાં આંખની સંભાળ રાખવા માટે આ પોલોરાઇડ ગોગલ્સ બેસ્ટ છે. આંખમાં ઉનાળા દરમિયાન બળતરા થતી હોય તો પોલોરાઇડ ગોગલ્સ પહેર્યા બાદ તે થતું નથી. ઉપરાંત વિઝન પણ કિલયર આવે છે.
પર્વની ઉજવણી ચોક્કસ કરવી જોઈએ, પરંતુ શરીરના મહત્વના અંગ એટલે કે આંખની કાળજી રાખવી પણ એટલી જ જરૂરી છે. સાથે સંક્રાંતીના કારણે સૂર્યના સીધા કિરણો આંખમાં જાય તો નુકશાન થઈ શકે છે, જેથી કાળજી રાખવી જરૂરી છે.
READ ALSO
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી