મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થાય. સહકાર્યકર વર્ગ-નોકર-ચાકરવર્ગ આપને મદદરૂપ થાય.
વૃષભ : મિત્રવર્ગ-સગા-સંબંધી વર્ગના કામ અંગે આપને વ્યસ્તતા-દોડધામ જણાય. ઘર-પરિવારનું કામ જણાય. હર્ષ-લાભ રહે.
મિથુન : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ભાઈભાંડુનો સાથ-સહકાર રહે.
કર્ક : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં આપે સાવધાની રાખવી પડે. વાહન ધીરે ચલાવવું.
સિંહ : આપના મહત્વના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા- સફળતા મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય, ખર્ચ રહે.
કન્યા : રાજકીય સરકારી કામ અંગે દોડધામ જણાય. મોસાળપક્ષે – સાંસરીપક્ષે કામ રહે. આકસ્મિક ખર્ચ-ખરીદી કરવી પડે.
તુલા : આપના કામમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહે. સંતાનના પ્રશ્નમાં આપની ચિંતા-પરેશાની ઓછી થાય.
વૃશ્વિક : હૃદય-મનની વ્યગ્રતાને લીધે કામમાં મન લાગે નહીં. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં. માતૃપક્ષે ચિંતા-પરિતાપ રહે.
ધન : આપના કાર્યમાં ઉપરીવર્ગ – સહકાર્યકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. આડોશ-પાડોશ વર્ગના કામકાજ અંગે દોડધામ રહે.
મકર : આપના કામની સાથે વ્યવહારિક-સામાજિક કામ અંગે વ્યસ્ત રહેવું પડે. બેંકના, શેરોના કામમાં સાનુકૂળતા રહે.
કુંભ : આપના કાર્યમાં રૂકાવટ-વિલંબ જણાય. કોર્ટ-કચેરીના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ખર્ચ-ખરીદી જણાય.
મીન : આપની ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી વ્યગ્રતા-બેચેની અનુભવો, રાજકીય-સરકારી કામમાં દોડધામ રહે.
READ ALSO
- માતા-પિતાની આ ભૂલોને કારણે જીદી બની શકે છે બાળક, આજે જ તેને સુધારો
- યુએઈ/ આજથી 28માં સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ ચેન્જ સંમેલનનું આયોજન, કાર્બન ઉત્સર્જન-જીવાશ્મ ઈંધણ અંગે થશે ચર્ચા
- Randeep Hooda-Lin Laishram/ કન્યાએ પોલોઈ પહેરી તો વરે પહેર્યા કુર્તો અને ધોતી, ટ્રેડિશનલ વેરમાં લાગ્યા સુંદર
- ચાઉમીન ના ખવડાવતા બે ભાઇઓની હત્યા, યુપી પોલીસે 5 કલાકની અંદર 6 ગુનેગારોનું એન્કાઉન્ટર કર્યું
- સુરત/ એથર કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં સાત લોકોના મોત, 5થી વધુ દર્દીઓની હાલત ગંભીર