GSTV
Astrology Life Trending

આ રાશિના જાતકો બેંક-વીમા કંપનીના કામકાજમાં ધ્યાન આપે, જાણો કેવો રહેશે તમારો મહિનાનો પહેલો દિવસ

મેષ : વધુ પડતી દોડધામ- શ્રમ- કામના તણાવને લીધે તબિયતની અસ્વસ્થતા જણાય. નાણાંકીય લેવડદેવડમાં ધ્યાન રાખવું.

વૃષભ : આપના મહત્ત્વના કામકાજનો ઉકેલ આવતા આપનો કામ કરવાનો ઉત્સાહ વધે. મહત્ત્વના નિર્ણયો લઈ શકાય.

મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગે દોડધામ રહે, શ્રમ- ખર્ચ- જણાય. મોસાળ પક્ષ- સાસરી પક્ષે બીમારી- ચિંતાનું આવરણ આવી જાય.

કર્ક : આપના કાર્યમાં પુત્ર- પૌત્રાદિકનો સાથ- સહકાર મળી રહેતાં આનંદ અનુભવો. પરદેશના કામમાં સાનુકૂળતા જણાય.

સિંહ : કોર્ટ- કચેરી દ્વારા કામમાં, રાજકીય સરકારી કામમાં ઉચાટ ઉદ્વેગ રહે. આપની દોડધામ- ખર્ચ વધે ઉતાવળ કરવી નહીં.

કન્યા : સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહે. યાત્રા- પ્રવાસ, મિલન- મુલાકાતનું આયોજન ગોઠવાય.

તુલા : કૌટુંબિક- પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ખર્ચ જણાય પરંતુ આનંદ રહે, બેંકના કામમાં સરળતા રહે.

વૃશ્ચિક : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત અનુભવાય. જાહેર ક્ષેત્રના સંસ્થાકીય કામ અંગે વ્યસ્તતા જણાય.

ધન : બેંકના, વીમા કંપનીના કામકાજમાં આપે ધ્યાન રાખવું પડે. સીઝનલ ધંધામાં હરિફ- ઇર્ષ્યા કરનાર વર્ગની તકલીફ રહે.

મકર : આપની બુદ્ધિ- અનુભવ આવડત- મહેનતના આધારે આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ- ફાયદો રહે.

કુંભ : જમીન- મકાનના- વાહનની લે-વેચના કામમાં સાનુકૂળતા મળી રહે. સગા- સંબંધી મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા જણાય.

મીન : ધર્મકાર્ય- શુભકાર્ય થવાથી હૃદય-મન પ્રસન્નતા અનુભવે. નોકર- ચાકર વર્ગનો સાથ- સહકાર મળી રહે.

READ ALSO

Related posts

ગેહલોતે સચિન પાયલટને ગદ્દાર કહ્યા બાદ બંને નેતાઓ પ્રથમ વખત આમને-સામને, કેસી વેણુગોપાલ રાજકીય ખેંચતાણ અંગે ચર્ચા કરી શકે

HARSHAD PATEL

ભાજપને આંચકો/ હરિયાણા જિલ્લા પરિષદની સાત જિલ્લાની 102 બેઠકોમાંથી ફક્ત 22 બેઠકો પર ભાજપનો વિજયઃ 15 બેઠકો સાથે આપની એન્ટ્રી

HARSHAD PATEL

આ એક એવી લાઈબ્રેરી જેના વખાણ પીએમ મોદીએ કર્યાં, જાણો શું છે તેમાં ખાસ?

Kaushal Pancholi
GSTV