GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

Whatsapp ખોલ્યા વિના મેસેજ વાંચવો છે? આ રહી જબરદસ્ત ટ્રિક

whatsapp

જ્યારે પણ આપણને Whatsapp પર મેસેજ આવે છે તેને વાંચવા પર બ્લૂ ટિકની સાઇન સેન્ડર પાસે જાય છે. તેનાથી સેન્ડરને ખબર પડી જાય છે કે રિસિવરે મેસેજ વાંચી લીધો છે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે આપણે મેસેજ વાંચવા પણ માંગીએ છીએ અને તે પણ ઇચ્છીએ કે રિસીવર પાસે બ્લૂ ટિકની સાઇન ન જાય. અમે આજે તમને આવી જ ટ્રિક જણાવીશું, જેની મદદથી તમે મેસેજ વાંચી પણ શકશો અને બ્લૂ ટિક પણ નહી જાય.

મેસેજ સીક્રેટલી વાંચવાની ટ્રિક

  • ફોનની સ્ક્રીન પર Whatsapp મેસેજની રાહ જુઓ.
  • હવે તમારે નોટિફિકેશનમાં મળેલા મેસેજ પર થોડી વાર સુધી પ્રેસ કરી રાખવાનું છે.
  • આમ કરવાથી મેસેજ સ્ક્રીન પર જ ખુલી જશે અને તમે ત્યાંથી જ આખો મેસેજ વાંચી શકો છો.
  • આ ટ્રિક યુઝ કરવા પર તમારે Whatsapp ઓપન નહી કરવુ પડે.
  • સાથે જ સેન્ડર પાસે બ્લૂ ટિક પણ નહી જાય.

WhatsApp યુઝર્સને મળશે આ નવું ફીચર

ફેસબુકની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ (Whatsapp) સમયાંતરે તેના યુઝર્સ માટે નવી સુવિધાઓ ઉમેરતી રહે છે. આ સુવિધા દ્વારા, તેના દેખાવ અને ડિઝાઇન બંનેમાં ફેરફાર કરવામાં આવશે. ખરેખર, વોટ્સએપમાં (Whatsapp) યુઝર્સ માટે એનિમેટેડ સ્ટીકરો સપોર્ટ આવવાનાં છે. જ્યારે, વ્હોટ્સએપ ડાર્ક મોડ માટે નવા બબલ કલરનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ નવા રંગ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. WABetaInfoએ ટ્વીટ દ્વારા આ માહિતી આપી છે.

WhatsApp

WABetaInfo ના રિપોર્ટ મુજબ, વોટ્સએપ એનિમેટેડ સ્ટીકરો સપોર્ટ Whatsapp Android અને Whatsapp iOSના વર્ઝનમાં ઉપલબ્ધ છે. આ બીટા વર્ઝન, યુઝર્સ સીધા એપ્લિકેશનથી કોઈપણ અન્ય યુઝરને સરળતાથી એનિમેટેડ સ્ટીકરો મોકલી શકે છે.

ટેસ્ટિંગ મોડમાં છે ફિચર

WABetaInfo મુજબ,વોટ્સએપનું આ નવું ફીચર Android અને iOS બંને પ્લેટફોર્મ માટે આવશે. હાલમાં આ સુવિધા ટે્સ્ટિંગ મોડમાં છે. તે ટૂંક સમયમાં રોલ આઉટ થઈ શકે છે. માહિતી અનુસાર, જ્યારે યુઝર ડાર્ક મોડને સક્રિય કરશે, ત્યારે આઉટગોઇંગ બબલનો રંગ બદલાઈ જશે. આ હાલના બબલ કરતાં અલગ હશે. તમે તેને સ્ક્રીનશોટમાં જોઈ શકો છો.

Read Also

Related posts

જગતગુરુ શંકરાચાર્ય વિશે ટિપ્પણી કરવી ભાજપના આ નેતાને પડી શકે છે ભારે, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને

Nilesh Jethva

સાબરકાંઠા : ગાયો ચરાવતા બે ભાઈઓ પર વીજ તાર પડતા બન્નેના ઘટનાસ્થળે જ મોત

Nilesh Jethva

લોકડાઉનમાં રણવીરે લુકમાં કર્યો જારદાર ફેરફાર : આ અભિનેતાએ કર્યા જોરદાર વખાણ, ફોટોગ્રાફ જોઈને તમે કહેશો વાહ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!