GSTV
Home » News » બાળકોને સ્કૂલમાં પ્રવાસ મોકલતાં પહેલાં આ કિસ્સો વાંચી લેજો, અમદાવાદના છાત્રનું થઈ ગયું મોત

બાળકોને સ્કૂલમાં પ્રવાસ મોકલતાં પહેલાં આ કિસ્સો વાંચી લેજો, અમદાવાદના છાત્રનું થઈ ગયું મોત

અમદાવાદથી પાદરા પ્રવાસે ગયેલા જીમિલ કવેયા નામના વિદ્યાર્થીના ગુરૂવારે મોત બાદ ન્યાય માટે લાચાર બનેલા પરિવારે આખરે મૃતદેહનો સ્વિકાર કર્યો છે. અમદાવાદની કાંકરિયા વિસ્તારની દિવાન બલ્લુભાઇ પ્રાથમિક શાળાનો આ બાળક હતો. જોકે, આ પ્રવાસને લઈને હવે વિવાદ સર્જાયો છે.

શાળાએ DEOની મંજૂરી વગર પ્રવાસનુ આયોજન કર્યુ હતુ. જેથી DEO દ્વારા પ્રવાસ અંગે શાળા પાસે ખુલાસો માગવામાં આવ્યો છે. અને નિયમો મુજબ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે દિવાન બલ્લુભાઇ સ્કુલના વિદ્યાર્થીઓને પાદરા ખાતે આવેલા મહિ વોટર ગેટ રિસોર્ટ ખાતે લઇ જવાયા હતા.

જ્યાં રિસોર્ટની રાઇડમાં બેઠેલા જીમિલ કવેયાને રાઇડની બહાર ડોક્યુ કરતા તેનું માથુ અથડાયુ હતું અને જીમીલનું મોત થઇ ગયું હતું. જે બાદ પાદરા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે ?

READ ALSO

Related posts

શું તમે સંપૂર્ણ ઉંઘ નથી લેતા, તો થઈ જાવ સાવધાન થઈ શકે છે આ ગંભીર બિમારી

pratik shah

નવા નાણાકીય વર્ષથી બદલાઈ જશે ટેક્સ સાથે જોડાયેલાં 4 નિયમો, જાણો તમારી ઉપર શું થશે અસર?

Mansi Patel

PM MODIની મન કી બાત : ઈસરો, મહિલા સશક્તિકરણ, સંસ્કૃતિ અને હુનર હાટના લિટ્ટી ચોખાની કરી વાત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!