GSTV

કેશ ઉપાડતા પહેલા આ વાંચી લો, આજથી બદલાઈ રહ્યા છે આ નિયમો

Last Updated on September 1, 2019 by Arohi

1 સપ્ટેમ્બર 2019થી કેશમાં લેવડ-દેવડના નિયમોમાં બદલાવ થાવા જઈ રહ્યા છે. સરકારે એક મર્યાદાથી વધુ કેશ નિકાળવા પર 2 ટકા TDS લાગાવ્યુ છે. મતલબ સાફ છે કે જો કોઈ વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં એક કરોડ રૂપિયાથી વધુ ધનરાશિ પોતાના બેન્ક, પોસ્ટ ઓફિસ અથવા કો-ઓપરેટિવ બેન્કના ખાતામાંથી કાઠે છે તો તેને 2% ટીડીએસ આપવાનો રહેશે. આ પગલુ કેશલેસ ઈકોનોમીને પ્રોત્સાહન આપવા અને રોકડની રકમની લેવડ-દેવડ રોકવા માટે ભરવામાં આવી રહ્યું છે.

1 સપ્ટેમ્બરથી કેશના નવા નિયમ લાગુ

1 સપ્ટેમ્બરથી વર્ષમાં 1 કરોડ રૂપિયાથી વધુ રોકડ લેવડ-દેવડ પર 2 ટકા ટીડીએસ કપાશે. આ નિર્ણય 1 સપ્ટેમ્બરથી લાગુ થશે. રોકડ લેવડ-દેવડ ઓછું કરવા માટે સરકારે આ નિર્ણય કર્યો છે.  

આના પર નહીં થાય લાગુ

આ નિયમ સરકાર, બેન્કિંગ કંપની, બેકિંગમાં લાગેલી સહકારી સમિતિ, ડાકઘર, બેકિંગ, પ્રતિનિધિ અને વ્હાઈટ લેબલ એટીએમ પરિણામ કરનાર એકમો પર લાગુ નહીં થાય. કારણ કે વ્યવસાયની જેમ તેમના પર ભારે માત્રામાં નકદનો ઉપયોગ કરવાનો હોય છે.

તમને જણાવી દઈએ કે નાણા મંત્રીએ લોકસભામાં બજેટ પર ચર્ચાનો જવાબ આપતા જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2017-18 માં 448 કંપનીઓ એવી રહી જેમણે બેન્ક ખાતામાંથી 5.56 લાખ કરોડ રૂપિયાની રકમ રોકડ કાઢી છે.

આ જ કારણ છે કે સરકારને બેન્ક ખાતામાંથી વર્ષમાં એક કરોડ રૂપિયાથી વધુની નિકાસ કરનાર લોકો અને એકમો પર ટીડીએસ લગાવવું પડ્યું છે.

ઉપરોક્ત 144 એકમોના મામલામાં પ્રેત્યેકે પોતાના બેન્ક ખાતામાંથી વર્ષમાં 100-100 કરોડ રૂપિયાથી વધુની રકમ કાઢી.

વધુ એક નિયમ બદલાયો

1 સપ્ટેમ્બરથી જો કોઈ વ્યક્તિ અથવા એચયુએફ કોઈ ઠેકેદાર અથવા પ્રોફેશનલ વ્યક્તિને વર્ષમાં કોઈ સેવા માટે 50 લાખની ચુકવણી કરે છે તો તેને 5 ટકા ટીડીએસ આપવાનો રહેશે.

આ એ લોકો પર અસર કરશે જે ઘર બનાવતી વખતે અથવા લગ્ન માટે કોઈ એક વ્યક્તિને જ સંપૂર્ણ ચુકવણી કરે છે. 

Read Also

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!