GSTV

E-mail વાંચવાનાં પણ મળે છે પૈસા, દર મહિને થાય છે 10 હજાર રૂપિયાની કમાણી

ઓછી આવક અને નાની સેવિંગ દ્વારા ઘર ખર્ચ ચલાવવો બહુજ મુશ્કેલ થઈ જાય છે. ખાસકરીને મધ્યમવર્ગનાં પરિવારો માટે કમાણી કરવાનાં ઘણા ઓછા ઓપ્શન હોય છે. એવાંમાં ઈન્ટરનેટ એક એવું માધ્યમ છે જેનાં દ્વારા ઘરે બેઠા કમાણી કરી શકાય છે. જો ઈ-મેઈલ માર્કેટિંગ વિશે વાત કરીએ તો વર્ચુઅલ વર્લ્ડમાં તેનું ઘણું મહત્વ છે. રોજ ઘણા પ્રકારની ઈમેલ સર્વિસનો ઉપયોગ તમે કરો છો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છેકે, ઈમેલ વાંચીને પણ પૈસા કમાઈ શકાય છે. દુનિયાભરમાં એવી ઘણી વેબસાઈટ છે, જે ઈ-મેલ અને સર્વે કરવાનાં પૈસા આપે છે. અહીં દરરોજ કામ કરી શકાય છે. મતલબ જ્યારે તમારું મન કરે ત્યારે પૈસા કમાઈ શકો છો. એવી જ અમુક વેબસાઈટ અમે શોર્ટલિસ્ટ કરી છે. આ વેબસાઈટથી મહિલા અને પુરુષો કોઈ પણ પૈસા કમાઈ શકે છે.

મની મેલ ડૉટ કૉમ (www.Moneymail.in)

આ વેબસાઈટ પર તમે દિવસનાં 15 મિનીટનો સમય કાઢીને કમાણી કરી શકો છો. તેના દ્વારા 10,000 રૂપિયા સુધીની કમાણી એક મહિનામાં કરી શકો છો. એક ઈમેઈલ વાંચવા પર તમને 20 પૈસાથી લઈને 200 રૂપિયા સુધી મળી શકે છે. તેના માટે તમારે દરરોજ એકાઉન્ટ પર લોગ ઈન કરવાનું રહેશે અને ઈનબોક્સમાં મેઈલ વાંચવા પડશે. અને તમારા કોઈ દોસ્તનું એકાઉન્ટ બનાવવા પર તમને 100 રૂપિયા સુધી મળી શકે છે.

પૈસા લાઈવ ડૉટ કૉમ (www.paisalive.com)

જો તમે પૈસાનું રોકાણ કર્યા વગર તેજીથી પૈસા કમાવા માંગો છો. તો આ વેબસાઈટ તમને તક આપી રહી છે. પૈસા લાઈવમાં એકાઉન્ટ બનાવતા જ તમને 99 રૂપિયા મળશે. તમારા દોસ્તોને તેના વિશે જણાવીને તેમનું એકાઉન્ટ બનાવવા પર તમને તરત જ 10 રૂપિયા મળશે. પહેલાં 10 દોસ્તો બાદ દરેક દોસ્ત પર તમને 2 રૂપિયા મળશે. ઈનબોક્સમાં મેઈલ વાંચવા પર તમને 25 પૈસાથી લઈને 5 રૂપિયા સુધી મળી શકે છે. વેબસાઈટ 15 દિવસમાં એકવાર ચેકથી પેમેન્ટ કરે છે.

મેટ્રિક્સ મેલ ડૉટ કૉમ (www.matrixmails.com)

ઈ-મેઈલ દ્વારા પૈસા કમાવવા માટે આ વેબસાઈટ એક સારો વિકલ્પ છે. વર્ષ 2002થી આ વેબસાઈટ કામ કરી રહી છે. આ વેબસાઈટનાં માધ્યમથી તમે ઈ-મેઈલ વાંચતા, ઓફર્સનાં માધ્યમથી, સાઈટ વિઝીટ કરીને અને અન્ય લોકોને તેની જાણકારી આપીને પૈસા કમાઈ શકે છે. તમે 25થી 50 ડોલર સુધી એટલેકે લગભગ 3000 રૂપિયા સુધી એક કલાકમાં કમાઈ શકે છે.

કેશ ફોર ઓફર ડૉટ કૉમ (www.cash4offers.com)

આ વેબસાઈટના માધ્યમથી પણ તમે પૈસા કમાઈ શકો છો. જ્યારે તમે વેબસાઈટનાં ગોલ્ડ મેમ્બર બની જાવ છો, તો 72 કલાક કરતાં પણ ઓછા સમયમાં તમને પેમેન્ટ કરી દે છે. તમે ઈમેઈલ વાંચીને, સર્વે દ્વારા, કેશ ઓફર્સના માધ્યમથી, ઓનલાઈન ગેમ્સ રમીને અને દોસ્તોનું એકાઉન્ટ બનાવડાવીને પૈસા કમાઈ શકો છો. વેબસાઈટ પર સાઈન ઈન કરતાં જ તમને લગભગ 5 ડોલર એટલેકે 350થી 400 રૂપિયા સુધી મળી શકે છે.

સેન્ડર અર્નિંગ ડૉટ કૉમ (www.senderearnings.com)

આ વેબસાઈટ પર પણ તમે ઈમેઈલ, સર્વે, ઓનલાઈમ શોપિંગના માધ્યમથી પૈસા કમાઈ શકો છો. પહેલાં તમારે એકાઉન્ટ બનાવવાનું રહેશે અને તમારું રજીસ્ટ્રેશન કન્ફર્મ કરાવવાનું રહેશે. અહીં તમારે એક ઈમેઈલ વાંચવા પર 1 ડોલર એટલે 70 રૂપિયા (ડોલરની સરખામણીએ રૂપિયાની કિંમત મુજબ) આપવામાં આવે છે. જો તમે 6 મહિનામાં એક વાર પણ સાઈટની વિઝીટ નહિ કરી હોય તો એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે. પેમેન્ટ માટે આવેદન કરતા સમયે તમારા એકાઉન્ટમાં ઓછામાં ઓછાં 30 ડોલર એટલેકે 2100 રૂપિયા હોવા જોઈએ, જોકે, થોડા સમયથી આ વેબસાઈટ થોડી ડાઉન ચાલી રહી છે.

READ ALSO

Related posts

તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો

Ali Asgar Devjani

Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો

Ali Asgar Devjani

પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!