GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

Budget 2020: નિર્મલાનું બજેટ સાંભળી રાહુલ ગાંધી કંટાળ્યા, કહ્યું આ બધામાં…

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં દેશનું મોદી સરકરના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજુ કર્યુ હતું. આ દરમિયાન તેમણે શિક્ષા, સ્વાસ્થ્ય, કિસાન, રેલવે સહિત ઘણા ક્ષેત્રો માટે અહમ જાહેરાતો કરી છે, ત્યારે સરકારના આ બજેટ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. રાહુલ ગાંધીએ આ બજેટને દિશાહીન બતાવી છે. તેમણે કહ્યું કે, બજેટ 2020-21માં કંઈ પણ મળ્યુ નથી. કારણ કે, રોજગારી માટે કંઈ નથી અને બેરોજગીરને ઘટાડવાનો કોઈ ઉપાય પણ આપવામાં આવ્યો નથી.

રાહુલે કહ્યુ કે, આ બજેટમાં મુખ્ય મુદ્દો બેરોજગારી છે, પરંતુ મે તો આ પ્રકારનો કોઈપણ રણનીતિક વિચાર જોયો નહી જેથી આપણા દેશના યુવાનોને રોજગાર મળી શકે. મેં માત્ર સામાજિક ચીજ વસ્તુઓ જોઈ, પરંતુ કેન્દ્રિય વિચાર ક્યાંય પણ જોવા મળ્યો નથી. આ વર્તમાન સરકારની માનસિકતા છે કે, બધી જ વાતો કરવાની, પરંતુ કંઈ પણ થતું તો નહી. કારણ કે, સરકાર માત્ર વાતો કરે છે અને કંઈ પણ સચ્ચાઈ નથી.

રાહુલ ગાંધી કહ્યું કે, ઈનકમ ટેક્સ સ્લેબને વધુ અઘરો કરી દેવામાં આવ્યો છે. રોજગાર અને અર્થવ્યવ્યસ્થા પર સરાકરે કંઈ પણ કર્યુ નથી. રાહુલે તેમ પણ કહ્યું છે કે, બજેટનું ભાષણ ઈતિહાસનું સૌથી લાંબુ ભાષણ હતું. આમાં કંઈ પણ ન હતુ અને આ ખોખલું હતું.

આ પહેલા લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીએ મોદી સરકારના બજેટ પર નિશાન સાધ્યું છે. ચૌધરીએ બજેટ જાહેર થતા પહેલા કહ્યું હતું કે, માત્ર સોનેરી સપનું દેખાડવામાં આવશે, જ્યારે કે, અસલીમાં આપણે શું જોઈ રહ્યા છે કે, દેશમાં બધા જ લોકો ચિંતામાં છે.

ચૌધરીએ વધુમાં કહ્યું હતું કે, મેક ઈન ઈન્ડિયા અને અસેમ્બલ ઈન ઈન્ડિયામાં ફરક શું છે. લોકોને ભટકાવવા માટે, બેરજોગારોને ભ્રમિત કરવા માટે આ પ્રકારનું સોનેરી સપનું દેખાડવામાં આવી રહ્યું છે. પહેલા વર્ષ દરમિયાન 2 કરોડ નોકરીઓ હતી, જેને હટાવીને 4 અને 6 કરોડ દર્શાવવામાં આવી છે, પરંતુ હકીકતમાં આપણું ખિસ્સુ સાવ એકદમ ખાલી છે. તેમણે કહ્યું કે, ક્યાંક શાહીનબાગમાં તો ક્યાંક જામિયા અથવા ઈમરાન આ મુદ્દાઓ સિવાય તેમની પાસે કંઈ પણ નથી.

READ ALSO

Related posts

નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે 42 ગામોને અપાયુ એલર્ટ

Nilesh Jethva

લદાખમાં સ્થિતિ સામાન્ય નથી : લોકો ફફડ્યા કહ્યું, પ્રથમવાર હથિયારો અને તોપો જોઈ

Arohi

મલાઈકા અરોરાની મદમસ્ત Selfiesએ લોકોને કર્યા દિવાના, ફૅન્સે પુછ્યુ- અર્જુન ક્યાં છે?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!