GSTV
Home » News » બિહારમાં બાળકોને મળવા પહોંચ્યા આ અભિનેતા, લોકો લેવા લાગ્યા સેલ્ફી

બિહારમાં બાળકોને મળવા પહોંચ્યા આ અભિનેતા, લોકો લેવા લાગ્યા સેલ્ફી

બિહારમાં ચમકી તાવને કારણે મરી રહેલા બાળકોની વચ્ચે નેતા, અભિનેતા અને અન્ય વીઆઈપી લોકો જઈને પોતાનુ પીઆર ચમકાવવા માટેનુ માધ્યમ બનાવ્યુ છે. એક તરફ 117 કરતા વધુ બાળકોના મોત થયા છે બીજી તરફ નેતા અને અભિનેતા હોસ્પિટલ પહોંચીને હાઈલાઈટ થઈ રહ્યાં છે.

Chamki fever bihar

મોટી સંખ્યામાં વાહનો સાથે આવી રહેલા અભિનેતા અને નેતાઓના કારણે પીડિતો અને દર્દીઓને કોઈ રાહત તો મળી નથી રહી પણ સમસ્યાઓ વધી રહી છે. આજે પણ શરદ યાદવ અને ભોજપૂરી નેતા ખેસારી લાલ યાદવના આવ્યા બાદ અફરા તફરી મચી ગઈ હતી.

ખેસારીના પહોંચતા જ સેલ્ફી લેવાની હોડ ચાલુ થઈ

હોસ્પિટલમાં લોકોની સમસ્યા ઓછી થઈ ન હતી કે ભોજપુરી અભીનેતા અને ગાયક ખેસારી લાલ યાદવ પણ પોતાના લશ્કર સાથે પહોંચી ગયો. ભોજપુરીના આ સુપર સ્ટારને જોવા માટે શહેરની ભીડ ઉમટી પડી.

લોકો તેની સાથે સેલ્ફી લેવા માટે પહોંચી ગયા. એવામાં હોસ્પિટલમાં ભાગ-દોડ જેવો માહોલ પેદા થયો. અને ઈલાજ પણ થોડા સમય માટે પ્રભાવિત થયો. હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનું જવુ મુશ્કેલ થઈ ગયુ હતુ.

READ ALSO

Related posts

પાકિસ્તાનના પૂર્વ પીએમ શાહિદ ખાકાન અબ્બાસીની ધરપકડ, લાગ્યાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપ

Bansari

કેક ખવડાવીને પોલીસ ઓફિસરને બોલ્યા રવિ-કિશન, તમે ચૂંટણી જીતવામાં ખૂબ મદદ કરી

Path Shah

પાર્ટનરને લગ્ન માટે મનાવવાના આ છે સુપરહિટ રીતો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!