GSTV
Baroda Trending ગુજરાત

વડોદરા / વ્યાજખોરો સામે ફરી ઝુંબેશ શરૂ, ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાય

મુશ્કેલીમાં મુકાયેલા જરૂરિયાત મંદ લોકો પાસેથી નિયત દર કરતા વધુ વ્યાજ વસૂલી ત્રાસ ગુજારતા વ્યાજખોરો સામે ફરી શરૂ કરવામાં આવેલી ઝુંબેશ દરમિયાન વાડી, બાપોદ અને પાણી ગેટમાં વધુ ત્રણ વ્યાજ કરો સામે ફરિયાદ નોંધાય છે

આજવા રોડ કમલા નગર પાસે સમૃદ્ધિ પાર્કમાં રહેતો અજય પ્રભુદાસ પટેલ ડીજે સિસ્ટમ ભાડેથી આપવાનું કામ કરે છે. બાપુ પોલીસ સ્ટેશનમાં તેણે વ્યાજખોર પ્રકાશ સીતારામ ચૌધરી રહેવાસી વૃંદાવન હાઇટ ભવન પાર્ટી પ્લોટની સામે વાઘોડિયા રોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે મેં પ્રકાશ ચૌધરી પાસેથી અઢી લાખ રૂપિયા પાંચ ટકા લેખે આજે લીધા હતા. તેની સામે અમારી કાર આપી હતી. પાંચ ટકાના વ્યાજ લેખે પહેલા હપ્તાના રૂપિયા 12,500 પ્રકાશભાઈ પહેલાથી જ કાપી લીધા હતા, મેં તેને અઢી લાખ રૂપિયા આપી દીધા હોવા છતાં વધુ 37,500 વ્યાજ પેટે માંગે છે તેમ જ અમારી કારનો વેચાણ કરાર પણ ભારત આપતો નથી તે ઉપરાંત મને મારી નાખવાની ધમકી આપે છે

અન્ય એક ફરિયાદ પાણીગેટ ડબી પડ્યામાં રહેતા રિક્ષા ડ્રાઇવર મોહમ્મદ મોહીન મોહમ્મદ મુનાફ મુલ્લાંવાલાએ આરોપી મોહમ્મદ સાદિક મોહમ્મદ ઉસ્માન ગોલાવાલા રહે. છેલ્લું પડ્યું રબારીવાડ સામે નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ઓક્ટોબર 2020 માં મારા ભાઈનો લગ્ન હોવાથી મેં એક લાખ રૂપિયા માસિક 20 હજાર રૂપિયા વ્યાજ પેટે ચૂકવવાની શરતે લીધા હતા આરોપી પાસે નાણા ધીરુવાનું લાઇસન્સ પણ નથી મેં એપ્રિલ 2021 સુધી 1.20 લાખ ચૂકવી દીધા હતા પરંતુ ત્યારબાદ મારે 97 દિવસ જેલમાં રહેવાનું થયું હતું અને નોકરી પણ છૂટી ગઈ હતી જેલમાંથી આવ્યા બાદ મેં માસિક રૂપિયા 2000 થી 5000 સુધી ની રકમ ચૂકવતો હતો તેમ છતાં આરોપી દ્વારા મારી પાસે 12 લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી

ત્રીજી ફરિયાદ ઘડીયાળી પોળ વિરાસાની પોળમાં ફાઇનાન્સની પેઢી ચલાવતા ભરત.ડી.શર્મા રહેવાસી યોગી દર્શન ફ્લેટ સાંઈ ચોકડી પાસે માંજલપુર તથા તેની પત્ની વંદના વિરુદ્ધ વીમા એજન્ટ નીતિન ચંદ્ર સુભાષચંદ્ર શાહ રહેવાસી સુખધામ રેસીડેન્સી વાઘોડિયા રોડ દ્વારા વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે મેં ભરત શર્મા પાસેથી એક પણ 70 કરોડ રૂપિયા ત્રણ ટકાના માસિક વ્યાજે લીધા હતા તેની સામે 51.25 લાખ રૂપિયા વ્યાજ ચૂકવી દીધું છે ભરત શરમાએ મારી મિલકતનું બળજબરી પૂર્વક બાનાખત પણ કરાવી લીધું હતું. મેં વ્યાજ ચૂક્યું હોવા છતાં ભરત શર્મા તથા તેની પત્ની વંદના શર્મા તેમની ઓફિસ ખાતે બોલાવી તેમજ ઘરે બોલાવી બાનાખતનું વેચાણ દસ્તાવેજ કરી આપવા માટે મને દબાણ કરતા હતા મારી સાથે અસભ્ય વર્તન કરી કહેતા હતા કે ‘તું મરી જા તારા કુટુંબને હું પાલવીશ કહી બાનાખતો કરી આપેલી 15 મિલકતો નું બળજબરીપૂર્વક તેણે વેચાણ કરાર કરાવી લીધો છે. આ રીતે 2.67 કરોડ રૂપિયા ભરત શર્માને આપી દીધા છે. છતાં મારી પાસે વધુ 1.5 કરોડની માગણી કરી ધમકી આપે છે કે નાણા આપી દો નહીં તો તમને સફેદ કફન ઓઢાવી દઈશ…

READ ALSO

Related posts

દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી

Hardik Hingu

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla
GSTV