GSTV
Home » News » Rcomની વધી મુશ્કેલીઓ? લેન્ડર્સ કરી શકે છે આટલા હજાર કરોડનો દાવો

Rcomની વધી મુશ્કેલીઓ? લેન્ડર્સ કરી શકે છે આટલા હજાર કરોડનો દાવો

અનિલ અંબાણીની કંપની રિલાયંસ કોમ્યુનિકેશંસ પર 46000 કરોડ રૂપિયાનું ઋણ છે. પરંતુ લેણદારો આરકોમ પર 90,000 કરોડની વસૂલાતનો દાવો કરે છે. આરકોમને ઋણ આપનાર ભારતીય અને વૈશ્વિક બેંકો, સરકાર સહિત ઓપરેશનલ ક્રેડિટર્સ, મોબાઈલ ફોન કંપની અને ટેલીકોમ ટાવર કંપનીઓએ દેવાળૂં ફૂંકનાર કંપનીના ઇનસોલ્વેંસી પ્રક્રિયા હેઠળ પોતાની માંગ ઇંટરિમ રીઝોલ્યુશન પ્રોફેશનલ (IRP) આરબીએસએ એડવાઈઝર્સ એલએલપી સામે રજૂ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ અંગે કલેમ કરવાની છેલ્લી તારીખ 21 મે છે અને કેલ્યુક્યુલેશન મુજબ 75000-90000 કરોડ રૂપિયાનો દાવો કરવામાં આવે તેવી સંભાવના છે. કુલ રકમ તેનાથી વધારે પણ હોઈ શકે છે. આ દાવો ઓબ્લાઈઝર અને કો-ઓબ્લાઈઝર તરીકે કરવામાં આવશે એટલે કે આરકોમ અને તેના બે યૂનિટસ – રિલાયંસ ઇંફ્રાટેલ અને રિલાયંસ ટેલિકોમ સિવાય સબ્સિડરીઝ તેમજ સંબંધિત કંપનીઓના ઋણને ધ્યાનમાં રાખવામાં આવશે. આ રીતે કલેમ એમાઉન્ટ આરકોમ પર કુલ 46000 કરોડ રૂપિયાના ઋણ કરતાં બમણું હોઈ શકે છે.

રાષ્ટ્રીયકૃત બેંકો સિવાય ચાઈનીઝ બેંકો, બોન્ડ હોલ્ડર્સ વ્યાજ સાથે પોતાના દાવો કરશે. અત્યાર સુધીના ઇન્સોલ્વેંસી કેસમાંથી આ કેસમાં કરવામાં આવેલ રકમ સૌથી વધુ છે. વર્ષ 2017માં ઇનસોલ્વેંસી પ્રોસેસમાં ફસાયેલ એસ્સાર સ્ટીલના કેસમાં ક્રેડિટર્સે 82541 કરોડ રૂપિયાનો દાવો કર્યો હતો. જો કે ઇંટરિમ રિઝોલ્યૂશન પ્રોફેશનલે 54565 કરોડ રૂપિયા એડમિટ કર્યા હતા.

અનિલ અંબાણીની ટેલિકોમ કંપની વિરુદ્ધ ગત સપ્તાહે ઇનસોલ્વેંસીની કાર્યવાહી ફરી શરૂ થયા બાદ આરબીએસએસના આઈઆરપીના સભ્યો આરકોમ, રિલાયંસ ટેલીકોમ અને રિલાયંસ ઇંફ્રાટેલની બૈંકરપ્સીની કાર્યવાહી સંભાળી રહ્યા છે. કોર્ટે આઈઆરપીને 30 મે સુધી કોર્પોરેટ ઇનસોલ્વેંસી રિઝોલ્યૂશન પ્રોસેસનો પ્રોગ્રેસ રિપોર્ટ આપવા જણાવ્યું છે. જો કે ફાઈનાન્સિયલ લેંડર એસબીઆઈ આરબીએસએને બદલવામાં આવે તેવી ઇચ્છા રાખે છે.

એસબીઆઈ આરકોમના ડેટ રિઝોલ્યૂશનમાં રિઝોલ્યૂશન પ્રોફેશનલ તરીકે ડેલોયટને રાખવા માંગે છે. અપીલેટ ટ્રિબ્યુનલે આરકોમ વિરુદ્ધ ઇન્સોલ્વીસી કાર્યવાહી પરનો સ્ટે હટાવ્યા બાદ ડેડિકેટેડ બૈંકરપ્સી કોર્ટમાં આ પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી.

Read Also

Related posts

યોગી સરકારનાં આદેશ પર કરાઈ છટણી, આગરા અને એટામાંથી 550 હોમગાર્ડ હટાવાયા

Mansi Patel

અમિત જેઠવા હત્યા કેસ સાથે સંકળાયેલા નાગરિકોની સુરક્ષા અંગે પોલીસને મળ્યો પત્ર

Nilesh Jethva

રાજ્યમાં આ વર્ષે ચોમાસા દરમિયાન આટલા લોકોના થયા મોત, સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!