GSTV
Cricket Sports Trending Videos Viral Videos

રજત પાટીદારે 102 મીટરમાં લાંબી સિક્સ ફટકારી, સ્ટેડિયમમાં બેઠેલા અંકલ જીના માથા પર પડ્યો બોલ, જુઓ વીડિયો

જેમ જેમ આઈપીએલની મેચો વધી રહી છે તેમ દર્શકોનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. IPL 2022 ની 60મી મેચ શુક્રવારે RCB અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. પંજાબ કિંગ્સે આ મેચમાં આરસીબીને 54 રને હરાવ્યું હતું. RCB તરફથી બેટિંગનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યુ હતું. જોકે, ગ્લેન મેક્સવેલ અને રજત પાટીદારે પોતાની ટીમને જીત અપાવવા માટે અમુક હદે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. પાટીદારે 21 બોલમાં 26 રન અને મેક્સવેલે 22 બોલમાં 35 રનનું યોગદાન આપ્યું હતું.

102 મીટરની સિક્સ ફટકારી

જ્યારે પાટીદાર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે 102 મીટરની શાનદાર સિક્સ ફટકારી હતી. તે સમયે ટીમને 69 બોલમાં 137 રનની જરૂર હતી. નવમી ઓવરમાં, પાટીદારે હરપ્રીત બરાડની બોલ પર લોંગ ઓન તરફ સખત સિક્સર ફટકારી. આ સિક્સ એટલી ઝડપી હતી કે બોલ સ્ટેન્ડ પરના બોર્ડ પર વાગ્યો અને નીચે પડતાની સાથે જ તે સીધો એક કાકાના માથામાં વાગ્યો. જ્યારે અંકલ જીને ઈજા થઈ, ત્યારે તેમની બાજુમાં બેઠેલી મહિલાએ તેમના કપાળને ટેકો આપવાનું શરૂ કર્યું. આ નજારો જોઈને સ્ટેન્ડમાં બેઠેલા દર્શકો દંગ રહી ગયા.

પ્લેઓફની આશા અકબંધ છે

જો કે મેચની વાત કરવામાં આવે તો પાટીદાર અને મેક્સવેલ સિવાય કોઈપણ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા ન હતા. પંજાબ કિંગ્સ તરફથી શાનદાર બોલિંગ જોવા મળી હતી. કાગીસો રબાડાએ 4 ઓવરમાં 21 રન આપીને 3, જ્યારે રિશી ધવને 4 ઓવરમાં બે અને રાહુલ ચહરે બે વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહ અને હરપ્રીત બરાડે એક-એક વિકેટ લીધી હતી. આ જીત સાથે પંજાબ કિંગ્સે પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે. ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં સફળ થાય છે કે નહીં તે જોવું રહ્યું.

READ ALSO:

Related posts

કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ

Hardik Hingu

સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Zainul Ansari

મોટા સમાચાર / આફ્રિકા વિરુદ્ધ ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની ઘોષણા, ‘જમ્મુ એક્સપ્રેસ’ ખેલાડીની એન્ટ્રી

Hardik Hingu
GSTV