GSTV

લાલબત્તીવાળી ગાડીઓ લઇને દોડતા મંત્રીઓને ટ્રમ્પે એક બસમાં બેસવા કર્યા મજબૂર, જાણો કયા છે મંત્રીઓ

દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી ભારતના બે દિવસીય પ્રવાસે છે. રાષ્ટ્રપતિ તરીકે પોતાના પ્રથમ પ્રવાસે આવી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદ આખુ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં નેતાઓ, અભિનેતાઓ અને દિગ્ગજ ક્રિકેટર્સ સહિત લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે. પીએમ મોદી પણ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદ આવી પહોંચ્યા છે.

ત્યારે રાજ્યના મંત્રીઓ જે સામાન્ય રીતે લાલ બત્તી વાળી ગાડીઓમાં ફરતાં નજરે આવે છે. તે આજે એક બસમાં આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે રવાના થયાં છે. પુરુષોત્તમ રૂપાલાથી લઇને ગણપત વસાવા સુધીના અનેક મંત્રીઓને ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની વીઆઇપી સુવિધાઓ છોડીને એક સામાન્ય બસમાં સફર કરવા મજબૂર કર્યા છે તેવું કહેવું ખોટુ નથી.

જણાવી દઇએ કે બસમાં મનસુખ માંડવિયા, પુરષોત્તમ રૂપાલા, ગણપત વસાવા, વાસણભાઈ આહિર,સૌરભભાઈ પટેલ, દિલીપભાઈ ઠાકોર, આર સી ફળદુ, ઋષિકેશ પટેલ, વિભાવરીબેન દવે સહિતના નેતાઓ બસમાં બેસી ટ્રમ્પના કાર્યક્રમમાં આવવા માટે નીકળ્યા છે.

બસમાં કોણ કોણ છે

મનસુખ માંડવિયા અને પુરષોત્તમ રૂપાલા

સૌરભભાઈ પટેલ

આર સી ફળદુ

વિભાવરીબેન દવે અને ગણપત વસાવા સહિતના નેતાઓ બસમાં બેસી ટ્રમ્પના કાર્યક્રમમાં આવવા માટે નીકળ્યા છે.

Read Also

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!