GSTV

કરોડો બેન્ક ગ્રાહકોને RBIની નવી ભેટ, લોન સેટલમેન્ટ માટે આવી આ ખાસ સ્કીમ

rbi

રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના (RBI)ગવર્નર શક્તિકાંત દાસે આ વખતે EMI ભરવામાં છૂટ નથી આપી. કોરોના વાયરસના પ્રકોપને ધ્યાનમાં લેતા રિઝર્વ વેબન્કે પહેલા EMIમાં છૂટ આપવાની ઘોષણા કરી હતી. પરિણામે ત્રણ મહિના સુધી ગ્રાહક મોરેટોરિયમ લોનનો લાભ લઇ રહ્યાં હતાં પરંતુ સપ્ટેમ્બરમાં EMI ભરવી જરૂરી છે. જો તેમ નહીં કરો તો તમારા ક્રેડિટ સ્કોર પર અસર પડી શકે છે. જો કે આ સાથે કેન્દ્રીય બેન્કે કસ્ટમર માટે એક તરફ નવી સ્કીમ જારી કરી છે.

જાણો શું છે લોન રિસ્ટ્રક્ચરિંગ સ્કીમ

શક્તિકાંત દાસે નવી ઘોષણામાં લોન સેટલમોન્ટ માટે વધુ એક સ્કીમ લોન્ચ કરી છે. આ સ્કીમ દ્વારા પણ ગ્રાહક પોતાની લોન સેટલમેન્ટ કરાવી શકે છે. સારી વાત એ છે કે આ સ્કીમના લાભથી ડિફોલ્ટર વંચિત રહેશે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નરે મૌદ્રિક સમીક્ષા નીતિની બેઠકમાં લોન પુનર્ગઠન સુવિધા (Debt restructuring facility) નું એલાન કર્યુ છે. લોન રિસ્ટ્રક્ચરિંગની મંજૂરી મળ્યા બાદ હવે બેન્ક પોતાના લોનધારકોને લોન વાપસીનું શિડ્યુલ ફરીથી નક્કી કરી શકે છે. તેના અંતર્ગત બેન્ક લોન ચુકવવાનો પીરિયડ વધારી શકે છે અથવા પેમેન્ટમાં પણ રાહત આપી શકે છે. આ રિસ્ટ્રક્ચરિંગ અંતર્ગત બેન્ક નક્કી કરી શકશે કે EMI ઘટાડવી છે, લોન વધારવી છે, અથવા ફક્ત વ્યાજ વસૂલવુ છે.

રિઝર્વ બેન્કે કહ્યું કે, આ પુનર્ગઠન રિઝર્વ બેન્કના 7 જૂન 2019ના રોજ જારી ફળદાયી રૂપરેખાના માળખા અનુસાર હશે. જણાવી દઇએ કે તેની પહેલા નાણામંત્રી નિર્માલા સીતારમણે આ અંગે કહ્યું હતું કે જે ઉદ્યોગો પર કોરોના વાયરસની અસર પડી છે તેની મદદ માટે સરકાર લોનના પુનર્ગઠનની જરૂરિયાતને લઇને રિઝર્વ બેન્ક સાથે મળીને કામ કરી રહી છે.

RBIની નવી સ્કીમથી આ લોકોને મળશે ફાયદો

બેન્ક દ્વારા જારી કરવામાં આવેલી નવી સ્કીમ દ્વારા એરલાઇન કંપનીઓ, હોટલ અને સ્ટીલ-સીમેન્ટ કંપનીઓ લાભ લઇ શકે છે જ્યારે હોમ લોન લેનારા ગ્રાહકોને તેના માટે બેન્કની ઘોષણાની રાહ જોવી પડશે. બેન્ક દ્વારા ઘટાડવામાં આવેલા ઇન્ટરેસ્ટ રેટને લઇને પહેલા માનવામાં આવી રહ્યું હતું કે આરબીઆઇ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડશે. જો કે એવુ થયુ નહી. આરબીઆઇએ રેપો રેટ 4 ટકા પર હતો જ્યારે રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત રાખ્યો.

કોરોના કાળમાં આરબીઆઇએ ગ્રાહકોને આપી હતી મોરેટોરિયમ લોનની સુવિધા

રિઝર્વ બેન્કની આ સ્કીમ પહેલા રિઝર્વ બેન્કે ગ્રાહકોને મોરેટોરિયમનું એલાન લોકડાઉનની શરૂઆતમાં 3 મહિના માટે કર્યુ હતું પરંતુ 22મેએ તેને ત્રણ મહિના માટે આગળ વધારી દેવામાં આવ્યું હતું. સેન્ટ્રલ બેન્કના આ નિર્ણય બાદ બેન્કોથી લોન લેનારા ગ્રાહકોની 6 મહિના સુધી લોન EMI આપવામાં છૂટ મળી હતી પરંતુ હવે મોરેટોરિયમ લોન સમયગાળો 31 ઓગસ્ટે પૂરો થઇ રહ્યો છે.

Read Also

Related posts

6 વર્ષમાં ગુજરાતના દિલ્હીમાં બેઠેલા નેતાઓએ ગુજરાત માટે શું કર્યું?, ખેડૂતોને મળ્યું માત્ર ફદિયું

Karan

પંજાબ- હરિયાણા બાદ હવે કૃષિ બિલનો ગુજરાતમાં પણ વિરોધ, આમ આદમી પાર્ટીએ સરકાર સામે ફૂક્યું રણશીંગુ

Nilesh Jethva

મોટા સમાચાર/ મોદી સરકારનો આ પ્લાન સફળ રહ્યો તો ભારત બની જશે આત્મનિર્ભર, 24 સેક્ટરમાં સરકાર બદલી રહી છે નિયમો

Karan
Do NOT follow this link or you will be banned from the site!