GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

આ કામ જલ્દી પતાવી લો, નહીંતર આ તારીખ પછી બેન્ક નહી સ્વીકારે તમારો ચેક

જો તમે ચેકથી લેવડ-દેવડ કરતાં હોવ તો આ ખબર તમારા માટે મહત્વની છે. હકીકતમાં ભારતીય રિઝર્વ બેન્કે ગુરવારે દેશભરમાં સપ્ટેમ્બર 2020 સુધી ચેક ટ્રંકેશન સિસ્ટમ લાગુ કરવાની ઘોષણા કરી છે. તેનો અર્થ  છે કે સપ્ટેમ્બરથી બેન્ક નૉન સીટીએસ ચેક સ્વીકાર નહી કરે. જો તમારી પાસે પણ જૂની ચેક બુક હોય તો તમે બેન્ક જઇને નવી સીટીએસ ચેક વાળી ચેક બુક લઇ શકો છો. સીટીએસ સિસ્ટમ અંતર્ગત સંબંધિત બેન્કને ચેક વાસ્તવિક રૂપે મોકલવાના બદલે ઇલેક્ટ્રોનિક રૂપે તેની તસવીર મોકલી શકાય છે. આરબીઆઇએ આ વ્યવસ્થા 2010માં શરૂ કરી હતી. હાલ આ વ્યવસ્થા કેટલાંક મોટા શહેરોમાં છે.

અધિકાંશ બેન્કોએ પહેલા જ 1 જાન્યુઆરી 2020થી નૉન-સીટીએસ ચેકને ક્લીયર કરવાનું બંધ કરી દીધું છે. જો તમારી ચેક બુકના ચેક પર CTS-2010 ચેક નથી તો તેનો અર્થ એ છે કે તે નૉન-સીટીએસ ચેક બુક છે. દેશની તમામ બેન્કોમાં 1 જાન્યુઆરી 2013થી ચેક ટ્રાન્જેક્શન સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી.

શું છે ચેક ટ્રાન્જેક્શન સિસ્ટમ?

સીટીએસમાં ચેકને ક્લિયર કરવા માટે અન્ય બેન્કમાં લઇ જવાની જરૂરિયાત નથી હોતી. તેની ફક્ત ઇલેક્ટ્રોનિક કૉપી રજૂ કરવામાં આવે છે. પરિણામે આ સિસ્ટમ પ્રભાવી રીતે ચેકના એક સ્થાનેથી બીજા સ્થાને લાગતા ચાર્જને સમાપ્ત કરે છે. તેને કલેક્ટ કરવામાં લાગતા સમયને ઓછો કરે છે અને ચેક પ્રોસેસિંગની સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવે છે. આ પ્રક્રિયા દુનિયાભરમાં અપનાવવામા આવી રહી છે.

જૂનો ચેક હોય તો શું કરશો?

જો તમારી પાસે નૉન સીટીએસ ચેક હોય તો તમારે બેન્કમાંથી સીટીએસ વાળી નવી ચેક બુક ઇશ્યુ કરાવાની છે. જૂના ચેકના બદલે તમે બેન્ક પાસેથી નવી ચેકબુક લઇ શકો છો. તેના માટે તમારી પાસેથી કોઇ ચાર્જ વસૂલવામાં નહી આવે.

આરબીઆઈએ લીધો આ મોટો નિર્ણય

ભારતીય રિઝર્વ બેંકે મોનિટરી પોલીસી કમિટિની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે, જેનાથી બેંક ગ્રાહકોનો ફાયદો થશે. RBIએ સારા અને સુરક્ષિત ચેક સિસ્ટમ, ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ(CTS)ને સમગ્ર દેશમાં લાગૂ કરવાની જાહેરાત કરી છે. આ સંદર્ભમાં RBIએ કહ્યું કે, CTSથી ઘણો ફાયદો થયો છે. તેથી સપ્ટેમ્બર 2020 સુધી તેનો ઉપયોગ દરેક જગ્યાએ થશે.

જો તમે CTS એટલે કે ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમવાળા ચેકનો ઉપયોગ કરો છો તો તમારુ કામ જલ્દી પતી જશે. આ  સુરક્ષિત આર્થિક લેવડ-દેવડની પ્રક્રિયા છે કારણ કે, તમારા ચેકને ક્લિયર થવા માટે એક બેંકથી બીજી બેંક નહી જવું પડે. આ સિસ્ટમ હેઠળ ચેક ક્લિયર કરવા માટે એક બેંકથી બીજી બેંક મોકલવાની જગ્યાએ તેની ઈલેક્ટ્રોનિક ઈમેજ મોકલવામાં આવે છે. જેનાથી સમય બચશે.

ઉલ્લેખનિય છે કે, ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ ભારતમાં સૌથી પહેલા 2010માં લાવવામાં આવ્યું હતું. તે બાદ ઘણી જગ્યાએ તેને લાગૂ કરવામાં આવ્યું. સિસ્ટમ હેઠળ બેંક ચેકની MIRC બેંડ અને કેપ્ચર સિસ્ટમની મદદથી ચેકની તસવીર ખેંચે છે. આ સિસ્ટમથી CTS ચેકનું ક્લિયરિંગ 24 કલાકમાં થઈ જવાની શક્યતા છે. ચેકનો ખોટો ઉપયોગ નહી થઈ શકે અને ચેક ખોવાઈ જવાની શક્યતા નહી રહે.

Read Also

Related posts

હેપ્પી બર્થ ડે : ભારતીય ક્રિકેટરથી કોમેન્ટેટર અને હવે કોચ તરીકે પણ એવી જ લોકપ્રિયતા

Bansari

મહિસાગર જિલ્લામાં એક સાથે 17 પોઝિટીવ કેસ સામે આવતા ફફડાટ મચ્યો આરોગ્ય તંત્ર થયું દોડતું

pratik shah

ગુજરાતમાં છાત્રો માટે આવી સૌથી મોટી ખુશખબર, રૂપાણી સરકારે આ ફી 50 ટકા ઘટાડી દીધી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!