GSTV
Business Trending

તૈયાર રહેજો / RBIની મોનેટરી પોલિસી કમિટીની સોમવારથી બેઠક શરૂ, રેપોરેટમાં ફરી આટલા ટકાનો કરાઈ શકે છે વધારો

એક બાજુ દેશમાં મોંઘવારી માઝા મૂકી રહી છે જેના પગલે આરબીઆઈએ છેલ્લા કેટલાય સમયથી મોંઘવારી પર કાબૂ મેળવવા માટે રેપો રેટમાં વધારો કરી રહ્યું છે ત્યારે આ સ્થિતિ વચ્ચે RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક સોમવારથી શરૂ થઈ રહી છે. બીજી તરફ માર્કેટ નિષ્ણાતો જણાવી રહ્યા છે કે, આરબીઆઈ વ્યાજદરમાં 0.25 થી 0.35 ટકાનો વધારો કરી શકે છે. તમને જણાવી દઈએ કે, રેપો રેટ હાલમાં 5.90 ટકા છે.

એમપીસીની બેઠક સોમવારથી શરૂ

RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક સોમવારથી શરૂ થઈ રહી છે અને ત્રણ દિવસીય બેઠકના પરિણામો 7 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. રિટેલ ફુગાવામાં નરમાઈના સંકેતો અને વૃદ્ધિને વેગ આપવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક તેની આગામી નાણાકીય નીતિ સમીક્ષામાં દરો વધારવા અંગે નરમ વલણ અપનાવી શકે છે.

રેપો રેટમાં 0.25 થી 0.35 ટકા વધારાના એંધાણ

રિઝર્વ બેંકે આ વર્ષના મે મહિનાથી અત્યાર સુધીમાં રેટ રેપોમાં 1.90 ટકાનો વધારો કર્યો છે તેમ છતાં જાન્યુઆરીથી મોંઘવારી દર છ ટકાના સંતોષકારક સ્તરથી ઉપર રહ્યો છે. નાણાકીય નીતિ નક્કી કરતી વખતે આરબીઆઈ દ્વારા ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) પ્રાથમિક રીતે ધ્યાનમાં લેવામાં આવે છે. CPIમાં સામાન્ય નરમના સંકેત મળી રહ્યા છે પરંતુ તે હજુ પણ કેન્દ્રીય બેંકના સંતોષકારક સ્તરથી ઉપર છે. બીજી તરફ બેન્ક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે જણાવ્યું કે, MPC આ વખતે પણ દર વધારશે. જો કે, આ વધારો 0.25 થી 0.35 ટકા જ હશે. આ નાણાકીય વર્ષમાં રેપો રેટ 6.5 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે. મતલબ કે ફેબ્રુઆરીમાં રેપો રેટમાં વધુ એક વધારો જોવા મળશે.

READ ALSO

Related posts

આત્મસમર્પણની અટકળો વચ્ચે અમૃતપાલનો એજન્સીઓને ખુલ્લો પડકાર, ‘જે કરવું હોય એ કરી લો મારો વાળ પણ વાંકો નહીં કરી શકો’

Kaushal Pancholi

રામનવમી 2023: શુભ યોગમાં રામનવમી, આ રાશિના લોકોને મળશે ધનલાભની સારી તક

Hina Vaja

દુનિયામાં સૌથી વધુ સોનુ(GOLD) કોણ ખરીદે છે અને શા માટે ? આવો જાણીએ

Padma Patel
GSTV