GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

RBIએ CRRમાં રાહત તો આપી, પણ આ કારણે સસ્તી નહી થાય લોન

rbi

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કેશ રિઝર્વ રેશિયો (CRR)માં રાહત આપી છે. જેના અનુસાર 14 ફેબ્રુઆરીથી લોન આપવાની શરૂઆત થઇ જશે. આ સુવિધા અનુસાર જે કંઈપણ વધારાની લોન આપવામાં આવશે તેને આગામી 5 વર્ષ સુધી CRR પર રાહત આપવામાં આવશે. જોકે રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદર ઘટાડવાથી ગ્રાહકો અને નાના વ્યવસાયિકોને લાભ થવાની સંભાવના ઘણી ઓછી છે તેમજ કોર્પોરેટ ઉધારકર્તાઓને લાભ મળી શકે છે કેમ કે તેમનાં વ્યાજદરો હજુ પણ બેંક ફંડ્સના માર્જિનલ કોસ્ટ પર આધારિત છે.

હવે 1 ઓક્ટોમ્બરથી તમામ રિટેલ અને સ્મોલ બિઝનેસ લોન MCLR માળખામાંથી નવા એક્સ્ટર્નલ બેન્ચમાર્ક આધારીત લેન્ડર રેટમાં સ્થાનાંતરિત થઇ ગઈ છે જે તમામ બેંકો માટે એકસમાન રેપોરેટ છે. MCLR બેન્કના વૃદ્ધિશીલ ખર્ચ પર આધારિત છે. લોન એક્સ્ટર્નલ બેન્ચમાર્ક સાથે જોડાયેલ હોય છે. આ બેન્ચમાર્કમાં ગતિવિધિ નોંધાયા બાદ રેપોરેટમાં ફેરફાર થાય છે.

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેન્કના અધિકારીઓના જણાવ્યાં અનુસાર રિઝર્વ બેંકે રૂ.1 લાખ કરોડ ડોલરની ક્રેડિટ વિન્ડો અને કેશ રિઝર્વ રેશિયોમાં રાહત આપવાને કારણે બેક ફંડ્સની જરૂર ઓછી થઇ જશે. જોકે બેન્ઝ રેપોરેટ સાથે જોડાયેલ વ્યાજદરમાં ઘટાડો નહીં કરે. લૉ કોસ્ટ ફંડને કારણે બેંકો ફક્ત તે ઉધારકર્તાઓને લાભ આપવાની મંજૂરી આપશે જેની વ્યાજદરો MCLR પર આધારિત હોય. MCLR મામલે જમા રકમનો ખર્ચ બદલાઈ જશે અને એક્સ્ટર્નલ બેન્ચમાર્ક માટે રેપો રેટમાં ફેરફાર કરવો પડશે. એક્સ્ટર્નલ બેન્ચમાર્ક માટે રિસ્ક પ્રીમિયમ સરળતાથી બદલાતું નથી હોતું તેમ યુનિયન બેન્કના CEO રાજકિરણ રાયે કહ્યું હતું.

CRRમાં રાહતને કારણે વ્યાજદર પ્રભાવિત નહીં થાય તેમજ તે એક્સ્ટર્નલ બેન્ચમાર્કસ પર નહીં પરંતુ MCLR પર વધુ પ્રભાવિત રહેશે. હકીકતમાં મોટાભાગની હાઉસિંગ અને સ્મીલ બિઝનેસ લોન એક્સ્ટર્નલ બેન્ચમાર્ક દર પર આધારિત છે માટે જ્યાં સુધી રેપોરેટમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી CRRમાં રાહતની અસર લોનમાં જોવા નહીં મળે.

Read Also

Related posts

પૂર્વ CAGએ કર્યો ખુલાસો, પાકિસ્તાન સાથેના તણાવને લઈ વેબસાઈટ પર ઓડિટ અપલોડ કર્યા નહોતા

Pravin Makwana

સોનિયા ગાંધી પર બોઝ નાખવો યોગ્ય નથી, જલ્દીમાં જલ્દી નવા અધ્યક્ષની કરો વરણી

Pravin Makwana

AIIMS Recruitment 2020: નર્સિંગ માટે નિકળી 4000 જગ્યાઓની ભરતી, આવી રીતે કરો અરજી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!