GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

RBI Vs Government: આરબીઆઈ ગવર્નરને પદ છોડવાનું નહીં કહેવાય

કેન્દ્ર સરકારે રિઝર્વ બેંક સાથેના તાજેતરના વિવાદને ઉકેલવાની કોશિશ કરતા જણાવ્યું છે કે કેન્દ્રીય બેંક સાથે મતભેદ પહેલા પણ થઈ ચુક્યો છે. આના કારણે આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલને બહાર કરવામાં આવશે નહીં. એક સરકારી સૂત્રનું કહેવું છે કે સરકાર અને આરબીઆઈ વચ્ચેના મતભેદ કોઈ નવી બાબત નથી. પરંતુ ભૂતકાળમાં ઘણી સરકારો સાથે આવી ઘટનાઓ થઈ ચુકી છે. આ સૂત્રે એવા પ્રસંગોનો ઉલ્લેખ કર્યો છે કે જ્યારે આર્થિક નીતિઓ માટે જવાબદાર બંને પક્ષકારોના દ્રષ્ટિકોણ એક જેવા રહ્યા ન હતા.

એક અધિકારીએ કહ્યુ છે કે ઉર્જિત પટેલનો કાર્યકાળ આગામી વર્ષે ઓગસ્ટમાં સમાપ્ત થઈ રહ્યો છે. જો કે આરબીઆઈ અને સરકાર વચ્ચે મતભેદ દશ દિવસ પહેલા જાહેર થયો હતો. માટે ઉર્જિત પટેલની કિસ્મતને લઈને અટકળબાજીઓ થવા લાગી છે. ગત બુધવારે તો ત્યાં સુધી અફવા ફેલાઈ ચુકી હતી કે આરબીઆઈ એક્ટની સેક્શન-સેવન હેઠળ સરકાર દ્વારા તેમની સાથે ઔપચારીક ચર્ચાવિચારણા કરાયા બાદ ઉર્જિત પટેલ પદ છોડવાનું વિચારી રહ્યા છે. તેના પછી સરકાર દ્વારા આરબીઆઈની સ્વાયતત્તા પર ભાર મૂકતા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે બંને પક્ષોએ જાહેરહિત અને ભારતીય અર્થવ્યવસ્થા માટે કામ કરવાનું છે. સરકાર લિક્વિડિટી, ક્રેડિટ ફ્લો અને નબળી બેંકો માટે લાગુ પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન ફ્રેમવર્કને લઈને આરબીઆઈ પર દબાણ ઉભું કરી રહી છે. પરંતુ તેઓ આરબીઆઈમાં નવું સંકટ ઉભું કરવા માંગતા નથી.

આરબીઆઈ-સરકાર વચ્ચે ટકરાવનો મામલો

આરબીઆઈ ગવર્નર પદ છોડવાનું નહીં કહેવાય

ઉર્જિત પટેલ આરબીઆઈના ગવર્નર

ઓગસ્ટ-2019માં રિટાપર થશે ઉર્જિત પટેલ

Read Also 

Related posts

N95 માસ્ક્સ અને પીપીઈ કીટ્સના નામે એક લાખ રૂપિયાનું બિલ બનાવતી હોસ્પિટલો, ચલાવે છે ઉઘાડી લૂંટ

Bansari

કેવડિયા ખાતે આદિવાસી જમીન મામલો, તાપી પોલીસ દ્વારા વ્યારા અને વાંસદાનાં સાંસદોને કરાયા ડિટેઈન

pratik shah

લોકડાઉન હવે અનલોક: આ 10 નિયમોનું કરવું સખ્ત પણે કરવું પડશે પાલન, નહીં થશે કડક સજા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!