લગભગ ચાર વર્ષ પહેલાં, 8 નવેમ્બર, 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની ઐતિહાસિક જાહેરાત કરી હતી. રાત્રીના આઠ વાગ્યે કરવામાં આવેલી આ જાહેરાતમાં તેઓએ જણાવ્યું હતું કે, ‘આજે રાત્રે બાર વાગ્યાથી 500 અને 1000 રૂપિયાની નોટોનું કાયદેસર ટેન્ડર ખતમ થઈ રહ્યું છે.’ સરળ શબ્દોમાં કહીએ તો 9 નવેમ્બર, 2016થી 500 અને 1000 રૂપિયાની નોટો કાગળ સમાન થઈ ગઈ. વડાપ્રધાનની જાહેરાતના કારણે 86 ટકા ચલણ કે જે તે સમયના સર્ક્યુલેશનમાં હતું તે અચાનક જ ચલણમાંથી બહાર થઈ ગયું હતું. ત્યારે તાજેતરમાં હવે રિઝર્વ બેંકના એક અધિકારીએ જણાવ્યું કે, ‘હવે રૂપિયા 5, 10 અને 100ની જૂની નોટો પણ ચલણમાંથી બહાર થઇ જશે.’

100, 10 અને રૂપિયા 5ની નવી નોટો પહેલા જ શરૂ કરી દેવાઇ છે
100 રૂપિયા, 10 રૂપિયા અને 5 રૂપિયાની જૂની નોટોને લઇને રિઝર્વ બેંક ઑફ ઇન્ડીયાએ જે જાણકારી આપી છે તેના અનુસાર, આ નાણાંકીય વર્ષના સમાપ્ત થવા સુધીમાં અથવા તો એપ્રિલ 2021 સુધી આ નોટોને ચલણમાંથી બહાર કરી દેવામાં આવશે. આ જાણકારી રિઝર્વ બેંક ઑફ ઇન્ડીયાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર બી મહેશ દ્વારા આપવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે, “RBI આ જૂની નોટોની સીરીઝને પરત લેવાની યોજના પર કામ કરી રહી છે. તમને જણાવી દઇએ કે, 100, 10 અને રૂપિયા 5ની નવી નોટો પહેલાં જ જારી કરી દેવામાં આવી છે.’
સમય-સમય પર જૂની સીરીઝની નોટો પરત લઇ લેવામાં આવે છે
એવામાં જો આપની પાસે રૂપિયા 100, 10 અને 5ની જૂની નોટો છે અને એપ્રિલ સુધી તે આપની પાસે રહે છે તો તમારે સહેજ પણ ગભરાવવાની જરૂરિયાત નથી. RBI સમય-સમય પર સર્ક્યુલેશન દ્વારા જૂની સીરીઝની નોટોને બહાર કરતી રહે છે. આ કોઇ જ નવી પ્રક્રિયા નથી. RBI આવું નકલી ચલણ અને બ્લેકમનીને રોકવા માટે કરે છે. નોટબંધીના પહેલા જાન્યુઆરી 2014માં RBI એ આ જ રીતે રૂપિયા 500 અને 1000ની જૂની નોટોને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય કર્યો હતો. જે નોટોનું પ્રિન્ટિંગ 2005 પહેલાં કરવામાં આવ્યું હતું તેને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

જૂની નોટો બદલવાનો પર્યાપ્ત મોકો
હાલમાં આ જૂની નોટોને બદલવા મામલે RBI દ્વારા કોઇ પણ પ્રકારની ડેડલાઇન અને સર્ક્યુલર જાહેર નથી કરવામાં આવ્યું. જે સમયે આની ઓફિશીયલ જાહેરાત કરવામાં આવશે તે સમયે RBI લોકોને જૂની નોટો બદલવા માટેનો ભરપૂર સમય અપાશે.
જાણો ક્યારે-ક્યારે આવી છે નવી નોટો?
તમને જણાવી દઇએ કે, નોટબંધી પછી રિઝર્વ બેંક દ્વારા 2000, 500, 200, 100, 50, 20, 10 અને 5 રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવી છે. જો કે, હજી પણ 500 અને 2000ની નોટ સિવાય જૂની નોટની માન્યતા છે અને તે ચલણમાં પણ છે. RBI એ 5 જાન્યુઆરી 2018ના રોજ 10ની નવી નોટ જારી કરી, 100ની નવી નોટ જુલાઈ 2019માં જારી કરવામાં આવી જ્યારે 20ની નવી નોટો પણ જારી કરવામાં આવી છે.

2000ની નોટે 1000 રૂપિયાની નોટની જગ્યા લઇ લીધી
આ સાથે 50ની નવી નોટો 18 ઓગસ્ટ 2017ના રોજ જારી કરવામાં આવી હતી, 25 ઓગસ્ટ 2017ના રોજ 200 નવી નોટો જારી કરવામાં આવી હતી. નોટબંધી પછી 10 નવેમ્બર, 2016ના રોજ રૂપિયા 500ની નોટ બહાર પાડવામાં આવી હતી. 2000ની નોટ પણ તે જ દિવસે જારી કરવામાં આવી હતી. જેને 1000 રૂપિયાની નોટની જગ્યા લઇ લીધી હતી. હાલમાં, 1000 રૂપિયાની નોટ ચલણમાં નથી.
READ ALSO :
- સારા સમાચાર/ સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સને આપશે મોટી ભેટ, વધી શકે છે પગાર!
- ઓસ્કાર નોમિનેટ ફિલ્મ ‘સ્લમડોગ કરોડપતિ’નો આ કલાકાર વિવાદમાં, લાગ્યો જાતીય સતામણીનો કેસ
- ખાસ વાંચો/ વરિષ્ઠ નાગરિકોને કાનૂની સુરક્ષા આપશે મોદી સરકાર, જમાઇ અને વહુઓએ પણ વૃદ્ધોને આપવુ પડશે ભરણપોષણ ભથ્થુ
- ખાસ વાંચો / રેલ્વે યાત્રીઓને મોટો ઝટકો: રેલ્વેએ ભાડામાં કર્યો વધારો, જાણો તમારા ખીસ્સા પર થશે કેટલી અસર
- સમયસર પુરા કરી દેજો બેંકના કામ: માર્ચ મહિનામાં આટલા દિવસ બંધ રહેશે દેશભરની તમામ બેંકો, જોઈ લો રજાઓનું લિસ્ટ