GSTV
Home » News » ગયા વર્ષ કરતા RBI આ વર્ષે મોદી સરકાર પર વધારે ખૂશ, આપશે 28,000 કરોડનું ઇન્ટિરિમ ડિવિડન્ડ

ગયા વર્ષ કરતા RBI આ વર્ષે મોદી સરકાર પર વધારે ખૂશ, આપશે 28,000 કરોડનું ઇન્ટિરિમ ડિવિડન્ડ

ગઈ કાલે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી, જેમાં કેન્દ્ર સરકારને રૂ.28,000 કરોડનું ભંડોળ ઇન્ટિરિમ ડિવિડિન્ડ તરીકે આપવાનો નિર્ણય લેવાયો છે. આ નાણાં ભંડોળથી ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારને નાણાંકીય વર્ષ 2018-19 માટે દેશની જીડીપીના 3.4 ટકા જેટલી રાજકોષીય ખાધનો ટાર્ગેટ જાળવી રાખવામાં મદદ કરશે.

ગયા નાણાંકીય વર્ષમાં રિઝર્વ બેંકે કેન્દ્રને 10,000 કરોડ રૂપિયાના ઇન્ટિમ ડિવિડન્ડ સહિત કુલ રૂ.50,000 કરોડનું નાણાંકીય ભંડોળ આપ્યું હતું. આજની બેઠકમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ સહીત બોર્ડનાં સભ્યો હાજર રહ્યા હતા. અમુક કંપનીઓ પોતાને થનાર પ્રોફિટમાંથી સમયાંતરે શેરધારકોને અમુક હિસ્સો આપે છે. પ્રોફિટનો આ હિસ્સો શેરધારકોને ડિવિડન્ડ સ્વરૂપે આપે છે તેવી જ રીતે RBI પોતાને થનાર પ્રોફિટનો અમુક હિસ્સો સરકારને આપે છે.

રાજકોષીય ખાદ્યનાં લક્ષ્યને પૂરું કરવામાં નિષ્ફતા મળ્યાં બાદ તેની પાછળ સરકારની કેટલી બજેટ યોજનાઓને જવાબદાર ઠેરવવામાં આવી છે. સરકારે બજેટમાં પાંચ લાખ સુધીની આવક પર ટેક્સમાફી આપી દીધી છે જયારે 12 કરોડ નાના અને સીમાંત ખેડૂતોને ન્યુમત્તમ માસિક પેન્શન આપવાની જાહેરાત કરી છે.

વચગાળાનાં બજેટમાં ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન રાજકોષીય ખાદ્ય 3.4% રહેવાનો સુધારેલો અંદાજ મૂકવામાં આવ્યો છે જ્યારે આ અગાઉ 3.3% રહેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો.  RBIએ કેન્દ્ર સરકારને આપેલી રકમનાં નાણાંકીય વર્ષ અને ડિવિડન્ડ તરફ જો ધ્યાન દોરીએ તો…. આંકડા રૂપિયા કરોડમાં દર્શાવેલા છે

FY13/ 33010

FY14/ 52679

FY15/ 65896

FY16/ 65896

FY17/ 30659

FY18/ 50000

FY19/ 28000

READ ALSO

Related posts

ભરી સભામાં પાકિસ્તાની મંત્રીએ ધમકાવી નાખ્યું પોતાના વિદેશ મંત્રાલયને, કર્યું બહુ અપમાન

NIsha Patel

મોદી ટ્રેનમાં પુરાવા નાશ કરવા ગયા તે દાવા પાયાવિહોણા : પ્રધાનોને પણ મળી ક્લીનચીટ

Mayur

ગોધરાકાંડનો રિપોર્ટ રજૂ : મોદી સરકારને ક્લિનચીટ, નાણાવટીપંચના મોટા ખુલાસા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!