GSTV

RBIનો નિર્ણય/ સસ્તી EMI માટે હજુ પણ જોવી પડશે રાહ, વ્યાજ દરોમાં કોઇ બદલાવ નહી

rbi

RBI એમપીસીની ત્રણ દિવસથી ચાલી રહેલી બેઠક બાદ આજે RBIના ગવર્નર શક્તિકાંત દાસ પ્રેસે કોન્ફરન્સ સંબોધી. તેમણે જણાવ્યું કે બેઠકમાં વ્યાજ દરોમાં કોઇ બદલાવ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયે રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે. કેશ રિઝર્વ રેશિયો 3 ટકા અને બેન્ક રેટ 4.25 ટકા છે.

વ્યાજ દરોમાં શા કારણે બદલાવ ન થયો

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની ડિસેમ્બરની મૌદ્રિક સમીક્ષા બેઠકમાં ફરી એકવાર મુખ્ય વ્યાજ દરોમાં કોઇ બદલાવ નથી કરવામાં આવ્યો. આ નિર્ણય રિટેલ મોંઘવારીના ઉચ્ચ સ્તરને ધ્યાનમાં લેતા લેવામાં આવ્યો છે. રિટેલ મોંઘવારી આ સમયે રિઝર્વ બેન્કના સંતોષજનક સ્તર પર છે. આ સતત ત્રીજી વાર બન્યુ છે જ્યારે RBIના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી 6 સભ્યોની મૌદ્રિક નીતિ સમિતિએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઇ બદલાવ નથી કર્યો. રેપો રેટ 4 ટકા, રિવર્સ રેપો રેટ 3.35 ટકા, કેશ રિઝર્વ રેશિયો 3 ટકા અને બેન્ક રેટ 4.25ના સ્તર પર યથાવત છે.

rbi

જે રેટ પર બેન્ક પોતાના પૈસા સરકાર પાસે મુકે છે તેને SLR કહે છે. રોકડને નિયંત્રિત કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કમર્શિયલ બેન્કોને એક ખાસ રકમ જમા કરાવાની હોય છે, જેનો ઉપયોગ કોઇ ઇમરજન્સી ટ્રાન્જેક્શનને પૂરા કરવા માટે કરવામાં આવે છે.

શું છે CRR

બેન્કિંગ નિયમો અંતર્ગત તમામ બેન્કોને પોતાની કુલ રોકડનો એક નિશ્વિત હિસ્સો RBI પાસે જમા કરાવવાનો હોય છે, જેને કેશ રિઝર્વ રેશિયો એટલે કે સીઆરઆર કહેવામાં આવે છે.

શું છે MSF

RBIએ તેની શરૂઆત વર્ષ 2011માં કરી હતી. એમએસએફ અંતર્ગત કમર્શિયલ બેન્ક એક રાત માટે પોતાની કુલ જમાના 1 ટકા સુધી લોન લઇ શકે છે.

Read Also

Related posts

સ્થાનિક સ્વરાજની ચૂંટણી/ ભાજપના નિરીક્ષકોએ સેન્સ લેવાની કવાયત હાથ ધરી, ટિકિટ વાંચ્છુકો માટે બનાવાયા નિયમો

pratik shah

ઈન્શ્યોરન્સ કંપનીની દાદાગીરી, કોરોનાના ઈલાજમાં ખર્ચાની નહીં કરે ચૂકવણી

Sejal Vibhani

પ્રત્યાર્પણથી બચવા વિજય માલ્યાનો વધુ એક કીમિયો, Human Rights હવાલો આપી માંગી બ્રિટન પાસે મદદ, જાણો હજુ કેટલા વિકલ્પ બાકી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!