GSTV
Home » News » 2 હજારની નોટ બંધ થઇ જશે, માર્કેટમાં થશે આ નવી નોટની એન્ટ્રી: આ મેસેજ આગની જેમ ફેલાયો

2 હજારની નોટ બંધ થઇ જશે, માર્કેટમાં થશે આ નવી નોટની એન્ટ્રી: આ મેસેજ આગની જેમ ફેલાયો

warren buffett strategy

સોશિયલ મીડિયા પર આજકાલ એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે નોટબંધી બાદ આવેલી બે હજારની નોટ પણ હવે બંધ થઇ જશે. દાવો કરવામાં આવ્યો છે કે માર્કેટમાં સરકાર ફરીથી એક હજારની નોટ લાવવાની તૈયારી કરી રહી છે. આ દાવામાં સોશિયલ મીડિયા પર રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાલો તમને જણાવીએ કે આખરે આ મેસેજની હકીકત શું છે.

વાયરલ મેસેજમાં આ દાવો

વાયરલ મેસેજ અનુસાર, રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા એક જાન્યુઆરી 2020થી એક હજાર રૂપિયાની નવી નોટ જારી કરવા જઇ રહી છે. રિઝર્વ બેન્ક 200ની તમામ નોટ પરત મંગાવી રહી છે. તમે ફક્ત 50 હજાર રૂપિયા સુધીની નોટો જ બદલાવી શકો છો. જલ્દી આ નોટો બદલી નાંખો. એટલે કે આ વાયરલ મેસેજ અનુસાર, 2000 રૂપિયાની નોટ ગાયબ થઇ ચુકી છે અને જો તમારી પાસે 2000ની નોટ હોય તો હવે કોઇ કામની નથી. આ મેસેજ વાંચનાર દરેક શખ્સ પરેશાન છે.

Banana chips business

શું છે હકીકત?

તમને જણાવી દઇએ કે આ મેસેજ માત્ર અફવા છે. સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા અને અન્ય બેન્ક તે સ્પષ્ટતા કરી ચુકી છે કે માર્ટમાં બે હજારની નોટનું ચલણ બંધ નથી થયુ. તાજેતરમાં એક આરટીઆઇનો જવાબ આપતાં રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ જ જણાવ્યું હતું કે બે હજાર રૂપિયાની નોટનું છાપકામ બંઝ કરી દેવામાં આવ્યું છે પરંતુ માર્કેટમાં રહેલી બે હજારની નોટ પરત લેવામાં નહી આવે.

આરબીઆઇએ તે પણ સ્પષ્ટતા કરી હતી કે તેની તરફથી બે હજારની નોટ બંધ કરવાનો કોઇ આદેશ આપવામાં નથી આવ્યો. તેથી અફવાઓ પર ધ્યાન ન આપો. આ મેસેજ ફક્ત એક અફવા જ છે.

Read Also

Related posts

ભાગ્ય દર્પણ: આવી હસ્ત રેખા ધરાવતા લોકોને ક્યારેય નથી નડતી આર્થિક સમસ્યાઓ

Bansari

ધર્મલોક : જો આ વસ્તુ હશે ઘરમાં તો આવશે સમૃદ્ધી, લક્ષ્મીને કરશે આકર્ષિત

Mayur

સુલેમાની અમેરિકા વિશે અપમાનજનક વાતો કરી રહ્યો હતો એટલે જ મારવાનો આદેશ આપવો પડ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!