GSTV
Home » News » RBI ની નાણાં નીતિની સમીક્ષા દરમિયાન વ્યાજ દર સ્થિર રહેવાની શક્યતા

RBI ની નાણાં નીતિની સમીક્ષા દરમિયાન વ્યાજ દર સ્થિર રહેવાની શક્યતા

આજે આરબાઇ ગર્વનર ઉર્જિત પટેલની અધ્યક્ષતામાં એક અગત્યની બેઠક મળી રહી છે  આ બેઠક અગાઉ એક સર્વેમાં 15 પૈકી 14 અર્થાશાસ્ત્રીઓએ રેપો રેટ 6 ટકાના દરે યથાવત રહે તેવા મંતવ્યો આપ્યા હતા. આથી એવી શક્યતા છે કે  વ્યાજ દર સ્થિર રહેશે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની નાણાં નીતિ સમિતિની આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલની આગેવાનીમાં આજે બેઠક યોજાઇ રહી છે તેમાં ફૂગાવાના જોખમોને જોતા વ્યાજ દર સ્થિર રાખે તેવી શક્યતા સેવાઇ રહી છે. હાથ ધરાયેલા એક સર્વેમાં 15માં 14 અર્શાસ્ત્રીઓએ આરબીઆઇ રેપો રેટ 6 ટકાના દરે યથાવત રાખે તેવી શક્યતા સેવી છે.

તેમજ એક જ અર્થશાસ્ત્રીએ 25 બેઝિઝ પોઇન્ટનો વધારો થશે તેવી ધારણા રાખી છે. કેન્દ્રીય બેંક સમિક્ષાની નીતિ બપોરે જાહેર કરશે. ઉલ્લેખનીય છે  કે આરબીઆઇએ ડિસેમ્બરની મુદ્રા નીતિ સમિક્ષામાં મોંઘવારીમાં વૃદ્ધિની આશંકાને જોકા વ્યાજદરોમાં કોઇ ફેરફાર કર્યો ન હતો.

Related posts

Aadhaar કાર્ડ સાથે જલદી રજિસ્ટર કરાવો તમારો મોબાઈલ નંબર, રહેશો આટલા લાભથી વંચિત

Dharika Jansari

GSTમાં થયેલા ઘટાડા બાદ સૌથી વધુ ફાયદો આ ક્ષેત્રને થયો

Mayur

સેન્સેક્સમાં 2000 પોઇન્ટનો અભૂતપૂર્વ ઉછાળો, રોકાણકારો એક રાતમાં માલામાલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!