GSTV

અગત્યનું/ 1 ઓગસ્ટથી લાગુ થશે સેલરી, પેન્શન અને EMI પેમેન્ટના નવા નિયમ! RBIએ કર્યો બદલાવ, જાણો તમને શું ફાયદો થશે

rbi

Last Updated on July 23, 2021 by Bansari

New RBI Rules: સેલરી, પેન્શન અને EMI પેમેન્ટ જેવા જરૂરી ટ્રાન્જેક્શન્સ માટે હવે તમારે વર્કિંગ ડેઝની રાહ નહીં જોવી પડે. RBIએ National Automated Clearing House (NACH) ના નિયમોમાં બદલાવ કર્યો છે. આ બદલાવ 1 ઓગસ્ટ 2021થી લાગુ થઇ જશે. એટલે કે હવે તમારે તમારી સેલરી માટે અથવા પેન્શન માટે શનિવાર અને રવિવાર એટલે કે વીકેન્ડ પૂરા થાય તેની રાહ નહીં જોવી પડે. આ સેવાઓ તમને આખા અઠવાડિયા દરમિયાન મળશે.

યોજના

NACH ની સુવિધાઓ હવે આખુ અઠવાડિયુ મળશે

ઘણીવાર એવું થાય છે કે મહિનાની પહેલી તારીખ વીકેન્ડ પર આવે છે, જેના કારણે સેલરીડ ક્લાસને પોતાની સેલરી એકાઉન્ટમાં ક્રેડિટ થવા માટે સોમવાર સુધી રાહ જોવી પડે છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governor Shaktikanta Das) ગત મહિને જૂનની ક્રેડિટ પોલીસી રિવ્યૂ દરમિયાન એલાન કર્યુ હતું કે ગ્રાહકોની સુવિધાઓને વધુ વધારવા માટે અને 24×7 વર્તમાન રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેંટ (RTGS) નો લાભ મેળવવા માટે, NACH જે પણ બેંકોમાં વર્કિંગ ડેઝમાં ઉપલબ્ધ છે, તેના અઠવાડિયાના તમામ દિવસોમાં લાગુ કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે, જે 1 ઓગસ્ટ 2021થી પ્રભાવી થશે.

EMI

સેલરી, પેન્શન, EMI પેમેન્ટ હવે વીકેન્ડ પર

NACH એક બલ્ક પેમેન્ટ સિસ્ટમ છે જેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) સંચાલિત કરે છે, જે અનેક પ્રકારના ક્રેડિટ ટ્રાન્સફર જેમ કે ડિવિડેંટ, ઇંટરેસ્ટ, સેલરી અને પેન્શનની સુવિધા આપે છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિસિટી બિલનું પેમેન્ટ, ગેસ, ટેલીફોન, પાણી, લોનની EMI, મ્યુચ્યુઅલ ફંડ રોકાણ અને ઇંશ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી માટેની પણ સુવિધા છે. એટલે કે તમને આ તમામ સુવિધાઓ હાંસેલ કરવા માટે સોમવારથી શુક્રવાર એટલે કે Week Daysની રાહ નહીં જોવી પડે. આ કામ Weekends માં પણ થઇ જશે.

rbi

RBI એ કહ્યું કે NACH લાભાર્થીઓ માટે ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) ના એક લોકપ્રિય અને પ્રમુખ ડિજિટલ મોડ રૂપે ઉભરી આવ્યું છે જે વર્તમાન સમયમાં કોરોના મહામારી દરમિયાન સમય પર અને પારદર્શક રીતે સરકારી સબસિડીના ટ્રાન્સફરમાં મદદ કરે છે. વર્તમાનમાં NACHની સેવાઓ ફક્ત તે જ દિવસોમાં મળે છે જ્યારે બેંકો કામ કરી રહી હોય છે, પરંતુ 1 ઓગસ્ટથી આ સુવિધાઓ સપ્તાહમાં તમામ દિવસોમાં ઉપલબ્ધ થશે.

Read Also

Related posts

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari

વિશ્વભરમાં કોરોનાનો કહેર : છેલ્લાં 24 કલાકમાં જ નવા 24.07 લાખ કેસો નોંધાયા, સમગ્ર દુનિયામાં ભારત બીજા ક્રમાંકે

Dhruv Brahmbhatt

થઇ ગઇ મોટી ભવિષ્યવાણી! ભારતનો આ ધાકડ બોલર મચાવશે તરખાટ, બનાવશે 1000 ટેસ્ટ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!