RBIએ રેપોરેટમાં ઘટાડો કરતા હોમલોનના વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા

આરબીઆઈએ છઠ્ઠી નાણાકીય સમીક્ષામાં રેપોરેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો. આ પહેલા રેપોરેટ 6.50 હતો. જેમા ઘટાડો કરીને 6.25 ટકા કરવામાં આવ્યો. જ્યારે રિવર્સ રેપો રેટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. રેપોરેટમાં ઘટાડો થવાના કારણે સામાન્ય જનતાને રાહત મળશે.

આરબીઆઈની જાહેરાતના કારણે હોમલોનના વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા છે. આ ઉપરાંત આરબીઆઈએ વર્ષ 2019-20 માટે જીડીપીનો અંદાજ 7.4 ટકા રાખ્યો. આ ઉપરાંત આગામી સમયમા મોંધવારી વધવાનો અંદાજ આરબીઆઈએ મુક્યો છે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યુ હતુ કે, વર્ષ 2019-20માં પહેલા છ માસમાં મોંઘવારીનો દર 3.2 ટકાથી 3.4 ટકા જ્યારે ત્રીજા ત્રિમાસી સમય ગાળામાં 3.9 ટકા રહેવાની આશા છે. જ્યારે ચોથા ત્રિમાસી સમય ગાળામાં મોંઘવારીનો દર ઘટીને 2.8 ટકા રહેવાનું અનુમાન છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter