GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

DHFL નાદારીનાં પંથે, RBIએ કંપની સામે ભર્યા આ પગલા

નાણાંકીય કટોકટીનો સામનો કરી રહેલી નાણાં કંપની દિવાન હાઉસિંગ ફાઇનાન્સ કંપની (DHFL) હવે નાદારી તરફ આગળ ધસી રહી છે. આજે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ DHFL કંપનીનું ડિરેક્ટર બોર્ડ વિખેરી દીધું છે. ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ હેઠળ કંપની સામે રિઝોલ્યુશનની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ કરી શકાય તે માટે રિઝર્વ બેન્કે આ પગલું ભર્યું છે. તે ઉપરાંત રિઝર્વ બેન્કે કંપની માટે એડમિનિસ્ટેટર તરીકે ઇન્ડિયન ઓવરસિઝ બેન્કના પૂર્વ એમડી અને સીઇઓ આર. સુબ્રમણ્યકુમારની નિમણુંક કરી છે. 

એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, DHFL વિવિધ ચૂકવણીમાં નિષ્ફળ રહેતા અને ગવર્નન્સ મુદ્દે સર્જાયેલી ચિંતાઓને ધ્યાનમાં રાખી RBIએ કંપનીનું બોર્ડ વિખેરી દીધું છે.

આ સાથે રિઝર્વ બેન્ક દ્વારા કંપની માટે એડમિનિસ્ટેટર તરીકે ઇન્ડિયન ઓવરસિઝ બેન્કના પૂર્વ એમડી અને સીઇઓ આર. સુબ્રમણ્યકુમારની નિમણુંક કરવામાં આવી છે. 

RBI દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલિઝમાં જણાવવામાં આવ્યું છે કે, ‘રિઝર્વ બેન્ક ટૂંક સમયમાં ઇન્સોલ્વન્સી ને બેન્કરપ્સી (ફાઇનાન્સિયલ સર્વિસ પ્રોવાઇડર્સના ઇન્સોલ્વન્સી અને લિક્વિડેશન તેમજ અને એડજ્યુડિસીટીંગ ઓથોરિટીને અરજી) નિયમો- 2019 હેઠળ કંપનીની રિઝોલ્યુશનની પ્રક્રિયા પણ શરૂ કરવી ઇચ્છા ધરાવે છે અને ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોફેશનલ તરીકે એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરવા માટે એનસીએલટીને અરજી કરશે.

Related posts

મોડી રાત્રે અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva

WHOની ચેતવણી : વેક્સીન કોઈ મેજિક ટેબ્લેટ નહીં હોય, જે કોરોના વાયરસને તાત્કાલીક જ ખતમ કરી દેશે

Nilesh Jethva

કંડલા પોર્ટમાં ઓઇલ કંપનીની ઘોર બેદરકારી, ઇમ્પિરિયસ ઓઇલ ટર્મિનલ ટેન્કમાંથી ઓઇલનો જથ્થો ઓવરફ્લો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!