GSTV

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Last Updated on November 29, 2021 by GSTV Web Desk

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સોમવારે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલના બોર્ડને ભંગ કરી દીધું છે. તેની સાથે RBIએ રિઝોલ્યુશન પ્રોસેસ શરૂ કરવા માટે NCLTનો સંપર્ક કરવાનો પણ નિર્ણય કર્યો છે.

RBI

આ કારણોસર RBI લીધો પગલો

રિલાયન્સ કેપિટલ ક્રેડિટર્સને અનેક પ્રસંગોએ લોનના હપ્તાઓ ચૂકવવામાં ડિફોલ્ટ થયા બાદ રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે. સેન્ટ્રલ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેને રિલાયન્સ કેપિટલમાં કોર્પોરેટ ગવર્નન્સમાં પણ ખામીઓ જોવા મળી હતી. RBIએ જણાવ્યું કે તેણે કંપનીનું બોર્ડ હટાવી લીધું છે અને તેની તમામ સત્તાઓ પોતાના હાથમાં લઈ લીધી છે.

બેંક ઓફ મહારાષ્ટ્રના પૂર્વ ઈડી બન્યા એડમિનિસ્ટ્રેટર

તેની સાથે RBIએ બેન્ક ઓફ મહારાષ્ટ્રના પૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નાગેશ્વર રાવ વાયને રિલાયન્સ કેપિટલના એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કર્યા છે. સેન્ટ્રલ બેંકે જણાવ્યું કે તે રિઝોલ્યુશન પ્રક્રિયા શરૂ કરવા અને એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરવા માટે NCLTની મુંબઈ બેન્ચનો સંપર્ક કરવા જઈ રહી છે.

રિલાયન્સ કેપિટલના શેર પર લોઅર સર્કિટ

નોંધનીય છે કે RBIની આ કાર્યવાહી બાદ રિલાયન્સ કેપિટલના શેરમાં લોઅર સર્કિટ જોવા મળ્યું. NSE પર કંપનીનો શેર 19.05 રૂપિયા પર બંધ થયો હતો. પગલાં લેવાની સાથે RBIએ એમ પણ જણાવ્યું કે કંપનીનું બોર્ડ તેની સામે આવી રહેલી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સક્ષમ નથી.

આ બે બેંકોની લોન પર ડિફોલ્ટ

અનિલ અંબાણીની નોન-બેંકિંગ કંપનીએ હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC) અને એક્સિસ બેન્ક પાસેથી લીધેલી 624 કરોડ રૂપિયાની લોન પર વ્યાજ ચૂકવવામાં ડિફોલ્ટ કર્યું હતું. કંપનીએ બે દિવસ પહેલા આ અંગે સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી.

Read Also

Related posts

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

Budget 2022 / હોમ-લોન માર્કેટમાં આવશે જબરદસ્ત ફેરફાર, ઘર ખરીદવા પર મળશે આ વધારાની છૂટછાટ

GSTV Web Desk

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!