GSTV
Gujarat Government Advertisement

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ SBIની ભૂલ પર ફટકાર્યો 1 કરોડનો દંડ

Last Updated on February 8, 2019 by

ભારતીય રિઝર્વ બેંકે જોગવાઈઓનુ ઉલ્લંઘન કરવાને લઇને ભારતીય સ્ટેટ બેંક (SBI) પર એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એસબીઆઈ તરફથી ગુરૂવારે આ અંગે માહિતી આપવામાં આવી છે. એસબીઆઈએ શેર માર્કેટને કહ્યું કે રીઝર્વ બેંકે એક દેવાદારને આપેલા પૈસાના ઉપયોગની દેખરેખ નહી કરવાને લઇને દંડ ફટકાર્યો છે. જોકે, બેંકે ઉક્ત દેવાદારનુ નામ અને આપવામાં આવેલા દેવાની રકમનો ખુલાસો કર્યો નથી.

બેંક ઑફ મહારાષ્ટ્રે સસ્તી કરી લોન

બીજીતરફ આરબીઆઈ તરફથી ગુરૂવારે મૌદ્રિક નીતિની સમીક્ષા કર્યાના થોડા કલાક બાદ જ બેંક ઑફ મહારાષ્ટ્રે કોષના સીમાંત ખર્ચ આધારીત દેવા પરના વ્યાજ દરમાં 0.05 ટકાની કપાત કરવાની જાહેરાત કરી છે. બેંક તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કપાત ફક્ત છ મહિના સુધીના દેવા માટે પ્રભાવિત થશે. એક વર્ષની એમસીએલઆર સહિત અન્ય ચાર શ્રેણીની લોન પર વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

રેપો રેટમાં 0.25 ટકાની કપાત

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે છ મહિના સુધીની લોન પર હવે બેંક 8.55 ટકાના દરથી વ્યાજ લેશે. આ અગાઉ રીઝર્વ બેંકે રેપો દરમાં 0.25 ટકાની કપાત કરીને તેને 6.25 ટકા કરી દીધુ છે. આરબીઆઈ તરફથી રેપો રેટમાં કપાત થયા બાદ હોમ લોન અને કાર લોનના વ્યાજ દરમાં કપાત થયાની આશા સેવાઈ રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ક્રાઇમ બ્રાન્ચે 17 વર્ષે હત્યાની વોન્ટેડ ડિસ્કો યાદવની કરી ધરપકડ, 4 લોકોની ક્રૂરતા પૂર્વક હત્યા કરીને થઈ હતી ફરાર

pratik shah

આંખોનો ટેસ્ટ/ આ તસ્વીરમાં છે 2 દીપડા પણ લોકોને દેખાય છે માત્ર એક, શું તમને દેખાયો બીજો? સાચે સાચ્ચું જ કહેજો

Pritesh Mehta

ના હોય! / આ શખ્સે સર્જ્યો રેકોર્ડ, 43 વખત કોરોના પોઝિટિવ આવતા વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું રિસર્ચ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!