GSTV

કામના સમાચાર/ ડિજીટલ પેમેન્ટમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે RBI, આ સમયગાળા સુધીમાં લાગૂ થશે નિયમ

ભારતીય રિઝર્વ બેંન્કે ગૂરૂવારે કહ્યુ હતું કે, તમામ પેમેન્ટ ઓપરેટર્સને માર્ચ 2022 સુધી ઈંટરઓપરેબલ ક્વિક રિસ્પોન્સ કોડ (Interoperable QR Code) અપનાવવું પડશે. RBIના આ આદેશનો એ અર્થ થાય છે કે, પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સને એક એવો ક્યૂઆર કોડ સિસ્ટમમાં શિફ્ટ કરવામાં આવશે, જે બીજા પેમેન્ટ ઓપરેટર્સ દ્વારા પણ સ્કૈન થઈ શકે. આ પ્રોસેસને લાગૂ કરવા માટેની છેલ્લી તારિખ 31 માર્ચ 2020 સુધી નક્કી કરવામાં આવી છે. પ્રોફેસર દિપક ફાટકની આગેવાનીમાં બનેલી કમિટીએ આગામી બે વર્ષમાં ઈંટરઓપરેબલ ક્યૂઆર કોડ્સમાં ફેરફારને લઈને કેટલીય ભલામણો આપી છે. હાલમા દેશમાં ત્રણ પ્રકારના ક્યૂઆર કોડ ચાલે છે. જે Bharat QR, UPI QR અને પ્રોપરાઈટરી QR કોડ છે. UPI QR અને Bharat QR પહેલાની માફક જ ચાલુ રહેશે.

પેમેન્ટ ઓપરેટર્સની રહેશે જાગૃકતાની જવાબદારી

કેન્દ્રીય બેંક તરફથી જાહેર કરેલા આધિકારીક નિવેદનમાં કહેવાયુ છે કે, ઈંટરઓપરેબલ ક્યૂઆર કોડ્સ વિશે જાગૃતિ ફેલાવવા માટે પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સે પહેલ કરવાની રહેશે. ફાટક કમિટિની આ ભલામણથી પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ટરને મજબૂત બનાવવામાં મદદ મળશે.ઈંટરઓપરેબિલિટીના કારણે સામાન્ય લોકોને સરળતા રહેશે. પેમેન્ટ સિસ્ટમ પણ પહેલા કરતા વધારે સારી થશે.

જણાવી દઈએ કે, કેન્દ્રીય બેંકે 23 ડિસેમ્બર 2019ના રોજ એક કમિટી બનાવી હતી, જેની અધ્યક્ષતા ડીબી ફાટકને સોંપવામાં આવી હતી. આ કમિટીની જવાબદારી સોંપવામાં આવી કે, હાલના QR Code કોડ સિસ્ટમનું રિવ્યૂ કરે અને યોગ્ય સૂચન આપે જેથી ઈંટરઓપરેબલ ક્યૂઆર કોડ સિસ્ટમ લાગૂ કરવામાં આવી શકે.

ત્યાર બાદ RBIને આ કમિટીએ રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટ RBIની સત્તાવાર વેબસાઈટ પર પબ્લિશ કરી, જેથી તેમાં પબ્લિક કમેન્ટ અને ફિડબેક મેળવી શકાય. જૂલાઈમાં કમિટીની ભલામણ કરી હતી કે, ક્યૂઆર કોડ દ્વારા લેવડદેવડમાં વધારો કરવા માટે ઈંસેટિવ્સ આપવામાં આવે.

સેલ્ફ રેગ્યુલેટરી સંસ્થાઓ પર ભાર

આરબીઆઈએ તેના દ્વારા એક રેગ્યુલેટરી ફ્રેમવર્ક પણ તૈયાર કર્યુ છે. જેથી દેશના અલગ અલગ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટ કરી શકાય. કેન્દ્રીય બેંકે પેમેન્ટ સિસ્ટિમ ઓપરેટર્સ માટે સેલ્ફ રેગુલેટરી સંસ્થાની સ્થાપનાને આગળ વધારવા માટે ભાર આપવામાં આવ્યો છે. સેલ્ફ રેગ્યુલેટરી સંસ્થા એક બિન સરકારી સંસ્થા હોય છે. જે સભ્ય અને વિભાગીય ઈંડસ્ટ્રીઝના આધારે નિયમ તથા માપદંડોને નક્કી કરે છે. તે જ સંસ્થા ગ્રાહકોના હિતની રક્ષા પણ કરે છે.

READ ALSO

Related posts

ઓનલાઈન ખાવાનું મગાવુ પડ્યુ ભારે/ એક સાથે 42 ડિલીવરી બોય ભોજન લઈને આવ્યા, સોસાયટીમાં ટોળુ એકઠુ થયું

Pravin Makwana

સામાન્ય લોકો પાસેથી દંડ વસૂલનારાઓની દાદાગીરી સરકારી કર્મચારીઓ સામે નથી ચાલતી

Nilesh Jethva

કોરોના વેક્સીન પર માફિયાઓની મેલી નજર, કાળાબજારી કરી થઇ શકે છે ઝીંદગી સાથે રમત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!