GSTV
Home » News » ટૂંક સમયમાં 50 રૂપિયાની નવી નોટ આવશે ચલણમાં, આ પ્રકારના હશે કલર અને ડિઝાઈન

ટૂંક સમયમાં 50 રૂપિયાની નવી નોટ આવશે ચલણમાં, આ પ્રકારના હશે કલર અને ડિઝાઈન

50 rupees note

દેશમાં ટૂંક સમયમાં જ 50 રૂપિયાની નવી નોટ ચલણમાં આવશે. 50 રૂપિયાની નવી ચલણી નોટમાં રિઝર્વે બેંકના ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર છે. જોકે નવી નોટ આવવાથી જૂની 50ની નોટ પર કોઈ અસર નહીં પડે. આરબીઆઈએ કહ્યું કે 50 રૂપિયાની તમામ નોટ ચલણમાં રહેશે.

નીલા રંગની નવી 50 રૂપિયાની નોટ પણ મહાત્મા ગાંધીની સીરિઝમાં જારી થશે અને પાછળના ભાગમાં રથ સાથે હમ્પી મંદિરની તસવીર સાથે ડિઝાઈન કરાયેલી છે. નોટમાં માત્ર એક જ બદલાવ એ છે કે તેમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર છે.

કેમ કે આ પહેલા 18 ઓગસ્ટ 2018માં આરબીઆઈએ નવી 50 રૂપિયાની નોટની જાહેરાત કરી હતી. પરંતુ હવે તેમાં બદલાવ કરીને ગવર્નર શક્તિકાંત દાસની સહી વાળી નોટ ટુંક સમયમાં બજારમાં જારી કરશે. શક્તિકાંત દાસને ડિસેમ્બર 2018માં આરબીઆઈના ગવર્નર બનાવ્યા હતા.

Read Also

Related posts

પ્રિયંકા ચોપરાનું બોલીવુડ કરિયર તો ડૂબ્યુ સમજો, હવે દેશગર્લ સાથે સલમાન ખાન ક્યારેય નહી કરે કામ

Bansari

મંદિરની સાથે સરકારી હોસ્પિટલમાં પણ વગાડાશે ગાયત્રી મંત્ર

Dharika Jansari

ચંદ્રાબાબુ નાયડુ ચૂંટણી પંચની બહાર ધરણા કરશે, જાણો શું છે માંગ?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!