GSTV
Finance India News ટોપ સ્ટોરી

કોરોનાથી ભારતીય અર્થતંત્રને મોટું નુકશાન, બહાર નીકળતા 15 વર્ષ લાગશે, 7 મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા રિઝર્વ બેંકનું સૂચન

RBI

કોરોનાના સમયગાળા દરમિયાન વિશ્વભરની અર્થવ્યવસ્થાને ખૂબ જ ખરાબ હાલત થઈ છે. ભારતની અર્થવ્યવસ્થાને પણ તેની અસર પહોંચી છે. કોરોનાની શરૂઆતમાં પહેલા સંપૂર્ણ લોકડાઉન અને પછી નાના નાના બ્રેક કહેતાં લોકડાઉનને કારણે દેશની અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન થયું. હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું કહેવું છે કે અર્થવ્યવસ્થાને આમાંથી બહાર આવવામાં 15 વર્ષ લાગશે.

RBI

RBIએ રિપોર્ટ જાહેર કર્યો

આરબીઆઈએ તાજેતરમાં 2021-22 માટે કરન્સી એન્ડ ફાઇનાન્સ પર તેનો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ જ રિપોર્ટમાં કેન્દ્રીય બેંકે કહ્યું છે કે કોરોના મહામારીને કારણે અર્થવ્યવસ્થાને થયેલા નુકસાનને ભરપાઈ કરવામાં 15 વર્ષનો સમય લાગશે. આ રિપોર્ટ ભારતીય અર્થવ્યવસ્થાનું ગંભીર ચિત્ર રજૂ કરે છે. તેની થીમ રિવાઈવ એન્ડ રિકન્સ્ટ્રક્ટ છે, જે કોવિડ પછી સ્થાયી રિકવરી અને મધ્યમ ગાળામાં વૃદ્ધિમાં ગ્રોથના ટ્રેન્ડને વધારવાના સંદર્ભમાં તૈયાર કરવામાં આવી છે.

આ 7 પૈડા પર ચાલશે ઈકોનોમીની કાર

આરબીઆઈએ તેના રિપોર્ટમાં અર્થવ્યવસ્થાની ગતિ બદલવા માટે 7 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું છે. તેમાં કુલ માંગને વધારવી, તેને અનુરૂપ સપ્લાય કરવો વગેરે શામેલ છે. તે જ સમયે પોતાની ઈસ્ટીટ્યૂટ, ઈન્ટર મીડિયેટર અને માર્કેટ ઉપર ધ્યાન આપવું પડશે. મોટી આર્થિક સ્થિરતા સાથે નીતિનો સમન્વય, ઉત્પાદકતા અને ટેકનીકલી પ્રગતિ કરવી, ઢાંચાગત માળખામાં ફેરફાર સાથે તેની ટકાઉપણું પર ભાર મૂકવો પડશે.

સરકારી દેવું ઘટાડવું પડશે

એટલું જ નહીં, દેશનું આર્થિક સ્વાસ્થ્ય સારું રહે તે માટે આરબીઆઈએ સરકાર પર દેવાનો બોજ ઘટાડવાની વાત પણ કરી છે. સેન્ટ્રલ બેંકનું કહેવું છે કે જો ભારતે મધ્યમ ગાળામાં તેનો વિકાસ સુરક્ષિત રાખવો હોય તો તેણે આગામી 5 વર્ષમાં સરકાર પર દેવાનો બોજ જીડીપીના 66 ટકાથી નીચે લાવવો પડશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

21.33 લાખ વીજ જોડાણધારકોને મળી રાહત! HT અને LT વીજ જોડાણની સિક્યોરિટી ડિપોઝિટમાં કોઈ જ વધારો નહિ થાય, જાણો શું હતી માંગણી

pratikshah

શીખ પરિવાર પછી અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીની હત્યા, યુવાનની ઘાતકી હત્યા કર્યા બાદ આરોપીએ જ પોલીસને કોલ કર્યો

pratikshah

દિલ્હીમાં કરોડોની કાંડા ઘડિયાળોની દાણચોરી બદલ એકની ધરપકડ, આરોપીની દુબઇમાં મોંઘી ઘડિયાળોનું શોરૂમ

pratikshah
GSTV