GSTV
Gujarat Government Advertisement

દેશની આ 3 બેંકોના એકાઉન્ટમાં આપના રૂપિયા છે તો છે સૌથી સેફ, RBIએ આપી ગેરંટી કે કયારેય નહીં ડૂબે

budget

છેલ્લાં કેટલાંક મહિનાઓથી બેંકિંગ ક્ષેત્રે અનેક પ્રકારના અહેવાલો સામે આવ્યાં છે. ઘણી મોટી બેંકોના ડૂબવાના પણ અહેવાલો સામે આવ્યાં છે. ત્યારે આવાં સમાચારોથી સામાન્ય માણસ પોતાના પૈસાને લઇને ચિંતામાં મૂકાઇ ગયા છે કે, શું તેમના નાણાં સુરક્ષિત છે કે નહીં. ત્યારે ખુદ RBI જ પોતાના ગ્રાહકોને આ પ્રકારની ઘટનાઓથી સાવચેત કરે છે. જો કે હવે RBIએ દેશની ત્રણ સૌથી મોટી બેંકો સૌથી વધુ વિશ્વસનીય હોવા પર અંતિમ મહોર લગાવી દીધી છે. એટલે કે જો તમારી પાસે આ ત્રણે બેંકોમાં પૈસા છે તો તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

RBIએ D-SIB ની યાદી જાહેર કરતા નિવેદન આપ્યું

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા દ્વારા જે ત્રણ મોટી બેંકોની વાત કરવામાં આવી છે તેમાં સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI) , ICICI બેંક અને HDFC બેંક શામેલ છે. જો તમારું ખાતું આ ત્રણમાંથી કોઈ પણ એક બેંકમાં છે, તો તમારાં પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. RBIએ D-SIB ની યાદી જાહેર કરતા આ વાત જણાવી છે.

શું હોય છે D-SIB ?

D-SIB એટલે કે ‘ડોમેસ્ટિક સિસ્ટમીકલી ઇમ્પોર્ટન્ટ બેંક્સ’ (Domestic Systemically Important Banks) કે જેનો અર્થ એ છે કે, આ એવી બેંકો છે કે જેની પર સૌથી વધુ ભરોસો કરી શકાય. આ યાદી બહાર પાડતી વખતે RBI એ જણાવ્યું હતું કે, ‘દેશમાં આવી ત્રણ બેંકો છે કે જેઓએ વિપરિત સંજોગોમાં પણ ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. હકીકતમાં, કોરોના સમયગાળા દરમિયાન, બેંકિંગ ક્ષેત્રની સ્થિતિ પણ કથળી ગઇ હતી. આ સિવાય યસ બેંક પ્રકરણ બાદ સામાન્ય લોકોને એવો ડર હતો કે શું તેમના નાણાં બેંકમાં સુરક્ષિત છે.

શું કહ્યું RBI એ ?

D-SIB 2020 ની સૂચિ બહાર પાડતી વખતે આરબીઆઈએ જણાવ્યું હતું કે, ‘SBI, ICICI અને HDFC ના નામ મુખ્ય શાહુકાર બેંકોમાં શામેલ છે, જે પરિસ્થિતઓ હોવા છતાં 2020માં વ્યવસ્થિત રીતે મહત્વની સ્થાનિક બેંકોના રૂપમાં યથાવત રીતે ચાલુ રહી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની વાત કરીએ તો આ બેંકનું જોખમ વજનવાળી સંપત્તિના ટકાવારીના રૂપમાં વધારાના સીઇટી 1ની જરૂરિયાત 0.6 ટકા છે, જ્યારે ICICI અને HDFC માટે તે 0.2 ટકા છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર

Pravin Makwana

કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ

Dhruv Brahmbhatt

ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!