GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

શું કોઈપણ બેન્કમાં બદલી શકાય છે ફાટેલી નોટ ? જાણો શું RBI ના નિયમો…

ઘણી વખત એવુ બને છે કે, જ્યારે આપણા હાથમાં ભૂલથી કોઈ ફાટેલી-પલળેલી નોટ લાગી જાય છે. ત્યારે ઘણી વખત એવુ પણ બને છે કે, આપણી ભૂલથી પણ નોટ ફાટી જાય છે. એનામાં સમજૂ નથી શકાતુ કે શું કરે અને શું નહી. અમારા મનમાં ઘણા પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે કે, બેન્ક આ નોટને સ્વીકરશે કે નહી ? કેટલા પૈસા આપણને નોટના બદલામાં મળશે વગેરે. એક એવો જ પ્રશ્ન લોકોના મનમાં હંમેશા આવે છે કે, શું કોઈપણ બેન્કમાં જઈને પલળેલી નોટ જમા કરી શકીએ છીએ.

RBI નો બેન્કોને સખત આદેશ

RBI ના નિયમ પ્રમાણે ગ્રાહક કોઈપણ બેન્કમાં જઈને નોટને બદલી શકે છે. તે માટે બેન્ક ગ્રાહકોને ના પાડી શકે નહી, પછી ભલે ગ્રાહકનુ કોઈપણ બેન્કમાં કેમ ખાતુ ન હોય. RBI નો આ સંબંધમાં બેન્કોને સખત આદેશ છે. આરબીઆઈએ બેન્કોને સ્પષ્ટ રીતે કહ્યું છે કે, તેઓ કાપેલી-ફાટેલી નોટને બદલી આપે. સાથે જ તેઓ પોતાની શાખામાં આ સંબંધિત બોર્ડ પણ લગાવે.

નોટ બદલવાની મનાઈ કરી દે છે

એવા ઘણા મામલાઓ સામે આવતા રહ્યા છે કે, જેમાં બેન્ક ગ્રાહકોને નોટ બદલવાની મનાઈ કરી દેતા હોય છે. ગ્રાહકોને કહેવામાં આવે છે કે, નોટ બદલાવવા માટે RBI કાર્યાલય જવુ પડશે. એવામાં ગ્રાહક પૂર્ણ રીતે પરેશાન થઈને પ્રાઈવેટ જગ્યાઓ પરથી નોટને બદલી લેતા હોય છે, જેથી તેમને પૂર્ણ કિંમત મળી શકતી નથી. એક પ્રશ્ન છે જે આપણા બધાના મનમાં આવે છે કે, શું જાણીજોઈને ફાડવામાં આવેલ નોટને બેન્ક પરત લે છે ? RBI ના નિયમ પ્રમાણે, બેન્ક આ પ્રકારની નોટને સ્વીકાર કરવા માટે બંધાયેલ નથી. RBI એ બેન્કને સ્પષ્ટ કહ્યુ છે કે, તે આ પ્રકારની કોઈપણ વેલ્યુની નોટનો સ્વીકાર ન કરે, જેને ગ્રાહકે જાણીજોઈને ફાડી નાખી હોય છે.

READ ALSO

Related posts

શહેરનું વાડજ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, PSI મિશ્રા સામે એક મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ

pratik shah

અમિતાભ બચ્ચનને લઇને સોશિયલ મીડિયા પર ઉડી આવી અફવાઓ, હોસ્પિટલે કરવુ પડ્યુ ખંડન

Bansari

રાજસ્થાનમાં BTPનો મહત્વનો નિર્ણય, ફલોર ટેસ્ટમાં કોંગ્રેસ અને ભાજપ કોઇને નહી આપે મત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!