GSTV
Gujarat Government Advertisement

કોરોના સંકટ વચ્ચે શરુ થઈ RBIની નવી સ્કીમથી કેટલી ઓછી થશે તમારી EMI ? જાણો તમામ સવાલોના જવાબ

rbi

Last Updated on May 18, 2021 by Damini Patel

કોરોના સંક્રમણની ચેન તોડવા માટે ઘણા રાજ્ય સરકારે 30 એપ્રિલથી કોરોના કર્ફ્યુ લાગવ્યુ છે, જે હજુ પણ જારી છે. એનાથી નાના વેપારીઓ પર મોટી અસર થઇ છે. આ જ વાતોને ધ્યાનમાં રાખતા RBIએ 6 મેઆ રોજ રિસ્ટ્રક્ચરિંગ 2.0 પ્લાનની ઘોષણા કરી છે. જો સરળ શબ્દોમાં કહીએ તો તમે કોઈ લોન લીધી છે અને એની EMI ચૂકવવામાં પરેશાની થઇ રહી છે તો આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો. આઓ જાણીએ આ તમામ સવાલના જવાબ…

લોન રિસ્ટ્રક્ચરિંગને જો સરળ ભાષામાં સમજીએ તો લોનની શરત બદલી નાખવામાં આવે છે. બેન્ક ગ્રાહકોની સુવિધા માટે બદલી નાખે છે. એનાથી બેન્ક લોનની મૂળ કિંમત અને એના પર વ્યાજને ખુબ સારી રીતે મેનેજ કરી શકે છે. એનો બેંકો અને ગ્રાહક બંનેને ફાયદો થાય છે.

india highest recipient remittance

રી સ્ટ્રક્ચરિંગમાં લોન ચુકવવનો સમય વધારી દેવામાં આવે છે. એ ઉપરાંત બેન્ક નક્કી શરતો હેઠળ વ્યાજમાં પણ ફેરફાર કરે છે. આ દરેક મામલામાં અલગ હોય છે.

સામાન્ય રીતે રિસ્ટ્રક્સચરિંગનો વિકલ્પ ખુબ અંતમાં પસંદ કરવામાં આવે છે. એવું ત્યારે થાય છે જયારે લોન લેવા વાળા તરફથી ડિફોલ્ટનું જોખમ હોય છે.

કોરોના મહામારીએ ઘણા લોકો સામે એવી સ્થિતિ ઉભી કરી દીધી છે. એમાં લોકોની લોન ચુકવવાની ક્ષમતાને અસર કરે છે.

RBI ની નવી યોજનાનો લાભ કોને મળશે

rbi bank

આ યોજના તે વ્યક્તિગત લોન લેનારા, નાના ઉદ્યોગપતિઓ અને MSME માટે છે. જેઓએ 25 કરોડ રૂપિયા સુધીની લોન લીધી છે અને તેઓ પોતાની EMI ચૂકવી શકતા નથી. જો તમે પણ આ કેટેગરીમાં આવો છો તો પછી તમે 31 ડિસેમ્બર 2021 સુધીમાં તમારી બેંકનો સંપર્ક કરી શકો છો. વધુ માહિતી માટે બેંક સાથે વાત કરો.

EMI ન ભરવા પર છૂટ હશે?

તમે તમારી બેંકનો સંપર્ક કરશો તો બેંક તપાસ કરશે કે શું તમે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકામાં ફિટ છો કે નહીં? જો તમે આવશો તો તમારા નાણાકીય રેકોર્ડની તપાસ કરવામાં આવશે. જો કંઇપણ ખોટું થાય છે તો બેંક તમારી અરજી રદ કરશે. જો રેકોર્ડ સારો છે તો બેંક નક્કી કરશે કે લોન EMI નહીં ભરવા માટે તમને છૂટ આપવી કે નહીં?

જો EMI ચૂકી જાય તો શું આ યોજનાનો હજી ફાયદો થશે?

પૈસા

આરબીઆઈના નિયમોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે 31 માર્ચ 2021 સુધીમાં, તમારું લોન એકાઉન્ટ પ્રમાણભૂત હોવું જોઈએ. આનો અર્થ છે કે તમારો એક હપતા પણ ખૂટ્યા ન હોય

જે લોકોને અગાઉ ફાયદો થયો છે તે પણ આ યોજનામાં અરજી કરી શકે છે?

નિષ્ણાતો કહે છે કે નિયમોમાં સ્પષ્ટ લખ્યું છે કે જે લોકોએ આ યોજનાનો લાભ લીધો હતો તેઓ હવે તેમના કેસમાં નવી યોજના હેઠળ સંપૂર્ણ બે વર્ષ માટે મોકૂફી લંબાવી શકે છે. પરંતુ પ્રથમ છૂટ બાદ 2 વર્ષમાં પૂર્ણ થવાનો બાકી રહેલો સમય ફક્ત ઉમેરવામાં આવશે. ત્યાં બે વર્ષનો અલગ સમય રહેશે નહીં.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચીને ફેલાયો કોરોના? વાઇરસના સ્ત્રોતના ખુલાસા પહેલા જ ડ્રેગને નષ્ટ કર્યા પુરાવા, રિપોર્ટમાં ખુલાસો

Zainul Ansari

ડ્રેગનની ચાલ / ચીની સૈનિકોના કારણે સરહદ પર તણાવ, ભારતે ખોલી ચીનની પોલ

Zainul Ansari

રોકાણોની ટીપ્સ / જાણો આજથી 15, 20, 30 વર્ષ પછી 1 કરોડની કેટલી હશે કિંમત? રોકાણ કરતા પહેલા આ વસ્તુનું રાખો ધ્યાન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!