GSTV
Business Trending

RBI રિપોર્ટ / કોરોનાની બીજી લહેરે અર્થવ્યવસ્થાને જોરદાર ફટકો આપ્યો, 2 લાખ કરોડ રૂપિયાના નુકશાનનું અનુમાન

કોરોનાની બીજી લહેર દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ જ પડકારજનક રહી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ અનુમાન લગાવ્યું છે કે કોરોનાની બીજી લહેરના કારણે ઇકોનોમીને 2 લાખ કરોડનો ફટકો પડી શકે છે. કેન્દ્રીય બેંક મુજબ બીજી લહેરના પરિણામ સ્વરૂપ ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન ઉત્પાદનમાં 2 લાખ કરોડ રૂપિયાનું નુકશાન થઇ શકે છે. આર્થિક ઉત્પાદનના નુકશાનનો જીડીપી સાથે સીધો સબંધ ન હોઇ શકે, પરંતુ અર્થવ્યવસ્થામાં કેટલાક નુકશાન તરફ ઇશારો કરે છે.

rbi

RBI સહિત ઘણી એજન્સીઓએ પહેલા જ ગ્રોથ અંદાજને ઘટાડ્યો છે. RBIએ આ મહિને મોનિટરી પોલિસીમાં જીડીપીના અંદાજને ઘટાડ્યો હતો. કેન્દ્રીય બેંકે વર્તમાન નાણાકિય વર્ષ માટે જીડીપીના વિકાસ દરમાં સુધારો કરતા તેને 9.5 ટકા કરી દીધો છે. અગાઉ જીડીપી વિકાસ દર 10 ટકા રહેવાનો અંદાજ હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પ્રોજેક્શનનો અંદાજ એ તથ્ય પર લગાવવામાં આવ્યો હતો કે જીડીપી પ્રથમ ત્રિમાસિકમાં 18.5 ટકાના દરે વધશે.

લોકોની બેંક થાપણોમાં ઘટાડો થયો

રિઝર્વ બેંકના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન લોકોની બેંક થાપણો અને હાથ પરની રોકડ પર વિપરીત અસર પડી છે. એ જણાવે છે કે મહામારીના કારણે સારવાર પર ખર્ચથી લોકોના ઘણા રૂપિયા ખર્ચ થયા છે, લોકો પાસે રોકડ પણ એપ્રિલ 2021માં નોંધનિય રીતે ઘટાડો નોંધાયો છે અને 1.7 ટકા રહી, જ્યારે એક વર્ષ પહેલા આ મહિનામાં તેમા 3.5 ટકાનો વધારો થયો હતો. તેનો અર્થ છે કે કોવિડ-19 મહામારીના કારણે સારવાર ઉપર લોકોએ ખૂબ જ ખર્ચ કર્યા છે.

corona vaccination

RBIના ડિપ્ટી ગવર્નર એમડી પાત્રાની આગેવાનીમાં તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે નાણાકિય મંત્રાલય મુજબ હર્ડ ઇમ્યુનિટી બનવા અને રિકવરી મૂમેન્ટ પ્રાપ્ત કરવા માટે સપ્ટેમ્બર 2021 સુધી 70 કરોડ લોકોને રસી લગાવવાનો લક્ષ્ય છે. તેના માટે 113 કરોડ ડોઝની જરૂર પડશે. સર્વે મુજબ આ હર્ડ ઇમ્યુનિટીના લક્ષ્યને હાસલ કરવા માટે દરરોજ 93 લાખ રસી લગાવવી પડશે.

Read Also

Related posts

કિયારા અડવાણીએ શાહિદ કપૂરના થપ્પડ મારવાના સીન પર કર્યો ખુલાસો, રિલેશનશીપ પર કહી દીધી આ મોટી વાત

GSTV Web Desk

સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે

Hardik Hingu

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપ્યો મોટો ઝટકો, નહીં મળે આઠમું પગાર પંચ

GSTV Web Desk
GSTV