GSTV
Home » News » RBIના નિર્ણય બાદ SBIની મોટી ભેટ, કરોડો ગ્રાહકોને થશે લાભ

RBIના નિર્ણય બાદ SBIની મોટી ભેટ, કરોડો ગ્રાહકોને થશે લાભ

રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની મૌદ્રિક નીતિ સમિતીની બેઠકના પરિણામની ઘોષણા કરવામાં આવી છે. આ બેઠકમાં રેપો રેટમાં 35 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. તે બાદ હવે રેપો રેટ 5.75 ટકાથી ઘટીને 5.40 ટકા થઇ ગયો છે. કેન્દ્રીય બેન્કના આ નિર્ણય બાદ બેન્કો પર વ્યાજ દર ઘટાડવાનું દબાણ વધી ગયું છે. આ વચ્ચે દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઇએ વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. એસબીઆઇની આ પહેલો ફાયદો બેન્કના કરોડો ગ્રાહકોને મળશે.

આ છે SBIનો નિર્ણય

આરબીઆઇએ રેપો રેટમાં 0.35 ટકાનો ઘટાડો કર્યો છે. સાથે જ એસબીઆઇએ વ્યાજદરમાં 0.15 ટકાના ઘટાડાની ઘોષણા કરી છે. હવે સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાએ 1 વર્ષના નવા માર્જિનલ કૉસ્ટ ઑફ લેંડિંગ રેટ (MCLR) 8.25 ટકા થઇ ગયો છે. જણાવી દઇએ કે હોમ લોનનો દર 1 વર્ષના MCLR પર જ નક્કી થાય છે.

એસબીઆઇના નિવેદન અનુસાર, તમામ સમયાવધિ પર MCLRના દરમાં 0.15 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નવા દરો 10 ઓગસ્ટથી લાગુ થશે.

એસબીઆઇના આ નિર્મય બાદ હોમ લોન અને ઑટો લોન સસ્તી થઇ ગઇ છે. સાથે જ જે લોકોની લોન પહેલાથી જ ચાલુ છે તેમની ઇએમઆઇ પણ સસ્તી થઇ જશે.

જણાવી દઇએ કે આ નાણાકીય વર્ષમાં એસબીઆઇએ ચોથી વાર MCLRમાં ઘટાડો કર્યો છે. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની મૌદ્રિક નિતી સમિતી (એમપીસી)ની બેઠકના પરિણામની ઘોષણા કરવામાં આવી છે. આ બેઠકમાં સામાન્ય લોકોને મોટી રાહત આપતાં રેપો રેટમાં 35 બેસિસ પોઇન્ટના ઘટાડાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય બેન્કના આ નિર્ણય બાદ બેન્કો પર વ્યાજ દર ઘટાડાવાનું દબાણ વધશે.

RBIનો મહત્વપૂર્ણ નિર્ણય

આરબીઆઇની ગત ત્રણ મૌદ્રિક સમીક્ષા બેઠકોમાં રેપો રેટમાં અનુક્રમે 0.25 ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે. એટલે કે ઓગસ્ટમાં સતત ચોથીવાર કેન્દ્રીય બેન્કે રેપો રેટ ઘટાડ્યો છે. સાથે જ રિઝર્વ બેન્કના ઇતિહાસમાં પહેલાવાર એવું બન્યું છે કે જ્યારે ગવર્નરની નિયુક્તિ બાદથી સતત ચાર વાર રેપો રેટમાં ઘટાડો થયો છે.

જણાવી દઇએ  કે વર્ષ 2018ના ડિસેમ્બર મહિનામાં ઉર્જિત પટેલના રાજીનામા બાદ શક્તિકાંત દાસને ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યાં હતા. તે બાદથી અત્યાર સુધી 4 વાર આરબીઆઇની બેઠક થઇ ચુકી છે. 

RBIના નિર્ણયની શું થશે અસર

આરબીઆઇના આ નિર્ણયનો લાભ તે લોકોને મળશે જેની હોમ અથવા ઑટો લોનની ઇએમઆઇ ચાલુ છે. હકીકતમાં આરબીઆઇના રેપો રેટમાં ઘટાડાના નિર્ણય બાદ બેન્કો પર વ્યાજદર ઘટાડવાનું દબાણ વધશે.

મહત્વપૂર્ણ છે કે આરબીઆઇ દ્વારા સતત રેપો રેટ ઘટાડવામાં આવ્યાં છતાં બેન્કોએ આશા મુજબ ગ્રાહકોને લાભ નથી આપ્યો. આ જ કારણ છે કે તાજેતરમાં જ નાણા મંત્રી નિર્મલા સીતારમણે બેન્કોને રેપો રેટમાં ઘટાડાનો લાભ લોન લેનારને આપવા કહ્યું હતુ.



Related posts

VIDEO: અચાનાક દેખાયો 13 ફૂટનો કિંગ કોબ્રા, મચી ગયો હડકંપ….

pratik shah

મેડિકલ સ્ટોર ભાડે આપતાં પહેલાં 100 વાર વિચારજો, સરકાર મારી દેશે દુકાનને તાળાં

Mansi Patel

હાથમાં બંદૂક લઈને જુઓ પ્રખ્યાત ભજન સમ્રાટનો હિપ હોપ લુક, ફેન્સ પણ ફોટો જોઈને રહ્યા દંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!