GSTV
India Jobs Life News Trending

નોકરી: RBIમાં નોકરી કરવાનો ઉત્તમ અવસર ઝડપી લો, આ તારીખ સુધીમાં કરો અરજી

RBI

સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા યુવાઓ માટે બેંકમાં અરજી કરવાનો સોનેરી તક આવી છે. ભારતીય રિઝર્વ બેંકમાં એકાઉન્ટ સ્પેશલિસ્ટ સહિત કુલ 39 પદો ઉપર ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે. આ પદો ઉપર ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ વધારીને 5 સપ્ટેમ્બર સુધી કરવામાં આવી છે. જો તમે બેંકમાં નોકરી કરવા માટે ઈચ્છુક હો તો જાણો આરબીઆઈમાં નોકરી માટે કેવી રીતે કરી શકો છો અરજી.

પદોની સંખ્યાં

ભારતીય રિઝર્વ બેંકમાં નીકળેલી આ વેકેંસી હેઠળ ડેટા એનાલિસ્ટ, કંસલ્ટેંટ એકાઉન્ટ સ્પેશાલિસ્ટ સહિત કુલ 39 પદો ઉપર નિયુક્તી કરવામાં આવશે.

શૈક્ષણિક યોગ્યતા

તેના માટે ઉમેદવારોની શૈક્ષણિક યોગ્યતા પદો અનુસાર અલગ અલગ નિર્ધારીત કરવામાં આવી છે. જેમાં એકાઉન્ટ સ્પેશલિસ્ટના પદ ઉપર અરજી કરનાર ઉમેદવાર માટે સીએ પાસની ડિગ્રી હોવી જરૂરી છે.

ઉંમરની સીમા

આરબીઆઈમાં 39 પદો ઉપર નીકળેલી વેંકેસી માટે પદો અનુસાર ઉંમરની સીમા નિર્ધારીત કરવામાં આવી છે. જેમાં ઓછામાં ઓછી ઉંમર 25 વર્ષ અને વધારેમાં વધારે 40 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે.

વધારવામાં આવી અરજી કરવાની તારીખ

આરબીઆઈએ તાજેતરમાં 39 પદો ઉપર ભરતી માટેની અરજી મોકલવાની તારીખમાં વધુ એક વખત વધારો કર્યો છે. આ પદો ઉપર અરજી કરવા માટે ઈચ્છુક ઉમેદવારો હવે 5 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકે છે. એ પહેલા પણ આરબીઆઈએ અંતિમ તારીખમાં વધારો કર્યો હતો. જ્યારે બેંકે અરજી માટે 22 ઓગષ્ટ છેલ્લી તારીખ નિર્ધારીત કરી હતી. આરબીઆઈ દ્વારા અરજીની તારીખ વધારવા સંબંધિત જાણકારી બેંકના રિક્રુટમેંટ પોર્ટલ ઉપર જાહેર કરવામાં આવી છે.

પસંદગીની પ્રક્રિયા

આરબીઆઈમાં આ પદો ઉપર ઉમેદવારોની પસંદગી ઈંટરવ્યુ અને શોર્ટલીસ્ટના આધાર ઉપર કરવામાં આવશે.

કેવી રીતે કરશો અરજી

ઈચ્છુક ઉમેદવારો પદાનુસાર યોગ્ય ઉમેદવારો આરબીઆઈની ઓફિશીયલ વેબસાઈટ ઉપર જઈને 5 સપ્ટેમ્બર સુધી સાંજે 6 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

Related posts

ભારત – આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20 મેચમાં વરસાદનું વિધ્ન, ટોસમાં વિલંબ

Hardik Hingu

Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત

Nelson Parmar

India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ

Hardik Hingu
GSTV