GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

બેંકમાં નોકરીની છે સોનેરી તક, માત્ર ઈન્ટરવ્યુથી મળી જશે જોબ

બેંકમાં નોકરીની ચાહત રાખનારા યુવાઓ માટે ભારતીય રિઝર્વ બેંકે આવેદનમાં સોનેરી તક આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ડેટા એનાલિસ્ટ, એકાઉન્ટ સ્પેશ્યાલિસ્ટ સહિતના ઘણા પદો ઉપર ભરતી માટે નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ પદો ઉપર 3 ઓગષ્ટ પહેલા ઓનલાઈન આવેદન ભરી શકાય છે.

પદોની સંખ્યા

આરબીઆઈ રિક્રુટમેન્ટ 2020 હેઠળ નીકળેલી આ ભરતી માટે ડેટા એનાલીસ્ટ, કંસલ્ટેંટ, એકાઉન્ટ સ્પેશ્યાલિસ્ટ સહિત કુલ 39 પદો ઉપર નિયુક્તી કરવામાં આવશે.

શૈક્ષણિક યોગ્યતા

આરબીઆઈ રિક્રુટમેન્ટ માટે ઉમેદવારોની શૈક્ષણિક યોગ્યતા પદો અનુસાર નિર્ધારીત કરવામાં આવી છે. તેમાં એકાઉન્ટ સ્પેશ્યાલિસ્ટ પદો ઉપર આવેદન કરવા માટે ઉમેદવારોની પાસે સીએની ડિગ્રી હોવી જોઈએ.

ઉંમર સીમા

આરબીઆઈમાં વિવિધ પદો ઉપર નિકળેલી આ જગ્યા માટે ઉંમરની સીમા પણ અલગ અલગ નિર્ધારીત કરાઈ છે. જેમાં ઓછામાં ઓછી ઉંમર 25 વર્ષ અને વધારેમાં વધારે 40 વર્ષ પદો અનુસાર નક્કી કરાઈ છે.

મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થવાની તારીખ – 3 ઓગષ્ટ, 2020
ઓનલાઈન ફોર્મ જમા કરાવવાની અંતિમ તારીખ – 22 ઓગષ્ટ, 2020 સાંજે 6 વાગ્યા સુધી

આવેદન પ્રક્રિયા

ઈચ્છુક અને પદાનુસાર યોગ્ય ઉમેદવારો આરબીઆઈની ઓફિશીયલ વેબસાઈટ rbi.org.in ઉપર જઈને ઓનલાઈન આવેદન કરી શકો છો.

કેવી રીતે થશે પસંદગી

આરબીઆઈમાં આ પદો ઉપર ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ અને શોર્ટલીસ્ટના આધાર ઉપર કરવામાં આવશે. વધારે જાણારી માટે નોટીફિકેશનમાં જઈને જોઈ શકો છો.

Related posts

કોરોનાકાળમાં માસ્ક અને ગ્લવ્ઝને કચરામાં કેવી રીતે ફેંકીએ ? આ છે કેન્દ્રીય પ્રદુષણ બોર્ડની ગાઈડલાઈન

Ankita Trada

10 ઓગષ્ટ સુધીમાં બજારમાં આવી જશે કોરોનાની વેક્સિન, આ દેશે કર્યો સફળતાનો દાવો

Karan

ખુશખબર : દુનિયાની પહેલી કોરોના વાયરસની રસી 12 ઓગષ્ટ સુધીમાં આવશે બજારમાં, રશિયાએ મેળવી સફળતા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!