હોમ અને ઓટો લોનની EMIમાં ઘટાડો થશે : આ છે RBIનો પ્લાન, સામાન્ય વર્ગને થશે ફાયદો

હોમ અને ઓટો લોન ગ્રાહકો માટે રિઝર્વ બેન્કે રાહતનાં સમાચાર આપ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ લોનનાં વ્યાજદરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. RBIનાં આ નિર્ણયથી હોમ અને ઓટો લોનની EMIમાં ઘટાડો થવાની પ્રબળ શક્યતા છે. રેપો રેટ ઘટવાથી લોન લેવી સસ્તી થઈ છે. જેને કારણે તમારી ઈએમઆઈ ઘટી શકે છે. તમારી કેટલી ઈએમઆઈ ઘટશે, તેના માટે તમારી લોનની મૂળ રકમ, વ્યાજદર, કેટલા વર્ષ માટે લોન લીધી છે. હાલમાં તમે કેટલો હપ્તો ચૂકવી રહ્યા છે. આવી અનેક બાબતોને ધ્યાને લઈને તમારી લોન અને હપ્તાની ગણતરી થશે. શું છે રિઝર્વ બેન્કનો પ્લાન આવો જાણીએ.

હોમ લોન EMI એક ટેન્શન

જાણકારોનાં જણાંવ્યા પ્રમાણે જો તમે 30 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે. અને તે લોનની સમય મર્યાદા 20 વર્ષ છે. વર્તમાન વ્યાજદર 8.95 ટકા પ્રમાણએ હિસાબ કરીએ તો તમારી ઇએમઆઈ 26,895 રૂપિયા થશે. હવે RBIનાં નિર્ણય પછી અન્ય બેન્કો પણ વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કરશે. જેથી હવે તમારી નવી EMI 26,416 રૂપિયા ભરવી પડશે. આ રીતે તમે દર મહિને 479 રૂપિયા બચાવી શકશો.

રેપો રેટ એટલે શું ?

જે વ્યાજદર પર રિઝર્વ બેન્ક કોમર્શિયલ અને અન્ય બેન્કોને લોન આપે છે.તેને રેપો રેટ કહે છે. રેપો રેટ ઘટવાથી બેન્કો પણ ગ્રાહકોને સસ્તી લોન આપશે. રેપો રેટ ઘટવાથી હોમ લોન, વ્હિકલ લોન વગેરે લોન સસ્તી થાય છે.

રિવર્સ રેપો રેટ એટલે શું ?

RBIમાં જમા કરાવેલી થાપણો પર રિઝર્વ બેન્ક અન્ય બેન્કોને જે વ્યાજ આપે છે. તેને રિવર્સ રેપો રેટ કહે છે. રિવર્સ રેપો રેટ બજારમાં રહેલી રોકડને નિયંત્રણ કરવાનું કામ કરે છે. જો બજારમાં વધારે રોકડ હોય ત્યારે રિઝર્વ બેન્ક રિવર્સ રેપો રેટ વધારે છે.

SLR એટલે શું?

જે વ્યાજદરે બેન્કો પોતાનું નાણું સરકાર પાસે જમા રાખે છે. તેને એસએલઆર કહે છે. રોકડને નિયંત્રણમાં રાખવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. કોમર્શિયલ બેન્કોને અમુક રકમ જમા કરાવી પડે છે. જેનો ઉપયોગ આપાતકાળની સ્થિતીમાં લેતી-દેતી કરવા માટે થઈ શકે.

CRR એટલે શું?

બેન્કિંગ નિયમો પ્રમાણે તમામ બેન્કોએ પોતાની કુલ રોકડમાંથી એક નિશ્ચિત રકમ રિઝર્વ બેન્ક પાસે જમા કરાવવી પડે છે. જેને કેશ રિઝર્વ રેશિયો એટલે કે સીઆરઆર કહે છે.

MSF એટલે શું ?

રિઝર્વ બેન્કે આની શરૂઆત વર્ષ 2011માં કરી હતી. એમએસએફ હેઠળ કોમર્શિયલ બેન્ક પોતાની કુલ જમા રકમ માંથી એક ટકા સુધીની રકમની લોન એક રાત માટે લઈ શકે છે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter