પેટીએમ જેવા વૉલેટ ઉપયોગ કરનારા લોકો માટે ખુશખબર, RBIએ કરી આ જાહેરાત

ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત કરવા માટે રીઝર્વ બેંકે વધુ એક પગલું ઉઠાવ્યું છે. RBIએ પેમેન્ટ ગેટવે પ્રોવાઈડર અને પેમેન્ટ એગ્રીગેટરને રેગ્યુલેટ કરવાની દરખાસ્ત આપી છે. જેનો અર્થ છે કે પેમેન્ટ ગેટવે જેવા પેટીએમ, મોબિક્વિક, ભારત બિલ હવે આરબીઆઈ ગાઈડલાઈન્સનું પાલન કરશે. આ સાથે જ ગેટવે પોતાના કામ પ્રત્યે વધુ પારદર્શી અને જવાબદેહી બનશે. જેનો ફાયદો ડિજિટલ પેમેન્ટ કરનારા સામાન્ય ગ્રાહકોને મળશે.

આરબીઆઈએ 30 માર્ચ 2017ના રોજ ઈ-વોલેટ પર એડવાઈઝરી અંગે એક જાહેરાતમાં કહ્યું હતું કે એગ્રીગેટર્સ અને પેમેન્ટ ગેટવે જેવા ઈન્ટરમીડિયરીઝ અને પેમેન્ટ ગેટવે જે પેમેન્ટ સર્વિસ પ્રદાન કરે છે અને સેન્ટ્રલ બેંક દ્વારા અધિકૃત નથી, તેમણે પોતાની લેવડ-દેવડને 24 નવેમ્બર, 2009ના રીઝર્વ બેંકના દિશા-નિર્દેશો હેઠળ એક નોડલ બેંકના માધ્યમથી ટ્રાન્જેક્શન હોવુ જોઈએ.

આ સંદર્ભમાં જારી 2009ના દિશા-નિર્દેશોમાં પેમેન્ટ ગેટવે પ્રોવાઈડર અને પેમેન્ટ એગ્રીગેટર જેવા ઈન્ટરમીડિયરીઝના નોડલ એકાઉન્ટની જાળવણી માટે કહ્યું હતું. 2009ના દિશા-નિર્દેશો અનુસાર, મર્ચન્ટ દ્વારા ગ્રાહકોથી મધ્યસ્થો દ્વારા પેમેન્ટના કલેક્શનની સુવિધાવાળા બેંકો દ્વારા ખોલવામાં આવેલા અને બનાવવામાં આવેલા દરેક ખાતાને બેંકોના આંતરિક ખાતાના રૂપમાં માનવામાં આવશે.

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)ના વ્યાજદરો પર નિર્ણય લેતી મૌદ્રિક નીતિ સમિતિ (એમપીસી)ની ત્રણ દિવસથી જાહેર થયેલી બેઠકમાં રેપોરેટ 0.25 ટકા સુધી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. એમપીસીના 6માંથી 4 સભ્યોએ વ્યાજદર ઘટાડવાના પક્ષમાં વોટ કર્યા. આ નિર્ણય બાદ સામાન્ય લોકો માટે બેંકમાંથી લોન લેવી સસ્તી થવી અને EMI ઘટવાની આશા વધી ગઇ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter