GSTV
Gujarat Government Advertisement

જરૂરી માહિતી/ ATMમાંથી પૈસા ઉપાડવા માટે વધુ ચાર્જ ચુકવવો પડશે, RBIએ ટ્રાન્ઝેક્શનના નિયમોમાં ફેરફારને આપી મંજૂરી

ATM

Last Updated on June 11, 2021 by Damini Patel

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વિવિધ બેંકોને એટીએમ ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર કરવાની મંજૂરી આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરૂવારે તમામ બેંકોને રોકડ અને નોન-કેશ ATM ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધારવાની મંજૂરી આપી છે. આનો અર્થ એ છે કે જો તમે એક મહિનાની શરૂઆતમાં નિર્ધારિત નિશુલ્ક ATM ટ્રાન્ઝેક્શન મર્યાદા કરતા વધુ ટ્રાન્ઝેક્શન કરો છો, તો તમારે અગાઉ ચૂકવવાનો ચાર્જ વધ્યો છે. અગાઉ આ ફી 20 રૂપિયા નક્કી કરવામાં આવતી હતી, જે હવે વધારીને 21 રૂપિયા કરી દેવામાં આવી છે. RBIના નવા આદેશો 1 જાન્યુઆરી, 2022 થી અમલમાં આવશે.

rbi

જો કે, ગ્રાહકો તેમની બેંકના ATMથી મહિનામાં 5 નિશુલ્ક ટ્રાંઝેક્શન કરી શકશે. આ સિવાય તે મેટ્રો શહેરોમાં અન્ય બેંકના એટીએમથી 3 અને નોન-મેટ્રો શહેરોમાં 5 વખત મફત ટ્રાંઝેક્શન પણ કરી શકશે. RBIએ તેની નવી ગાઇડલાઇનમાં તમામ બેન્કોને ATM ટ્રાન્ઝેક્શન માટે ઇન્ટરચેંજ ફીમાં વધારો કરવાની મંજૂરી પણ આપી છે.

atm

નવા નિયમો અનુસાર, તમામ કેન્દ્રો પરના દરેક ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્સન માટે હવે 15 રૂપિયાને બદલે 17 રૂપિયા ઇન્ટરચેંજ ફી તરીકે ભરવાના રહેશે. આ સાથે, નોન ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્સન માટે 5 રૂપિયાને બદલે ચૂકવવા પડશે. આ વ્યવસ્થા 1 ઓગસ્ટ 2021 થી અમલમાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જામનગર/ જર્જિરત ઇમારતોને નોટિસ આપવાનું નાટક, દર વર્ષે નોટિસ આપીને સંતોષ માને છે તંત્ર !

pratik shah

આધાર કાર્ડ અપડેટ / તમે સ્વ-સેવા પોર્ટલ પર જઈને જાતે નામ, સરનામું અને જન્મ તારીખ અને લિંગને અપડેટ કરી શકો છો, જાણો અહીં

Vishvesh Dave

ટેક / Google પરથી કોન્ટેક્ટ ડિલીટ થઇ ગયા છે! તો આવી રીતે કરો રિસ્ટોર, જાણો આખી પ્રોસેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!