GSTV
Gujarat Government Advertisement

તહેવારો પહેલા આમ આદમીને આરબીઆઇનો મોટો ઝટકો, નહિ મળે EMIમાં રાહત

Last Updated on October 9, 2020 by pratik shah

તહેવારો આવી રહ્યા છે ત્યારે તે પહેલા જ રિઝર્વ બેન્કની આર્થિક નીતિ સમિતિ (MPC)ની બેઠકના તારણોની જાહેરાત થઇ છે છે. આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી બેઠકના તારણોની જાણકારી આપી. આ દરમ્યાન તેમણે જણાવ્યું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે રેપો રેટ 4% પર સ્થિર રહ્યો છે.

તમામ સેક્ટરમાં ગ્રોથ

RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે આશા છે કે ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ પોઝિટિવ જોવા મળી શકે છે. તમામ સેક્ટરમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે. તેમને જણાવ્યું કે હવે કોરોના કરતા વધુ રિવાઇવલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

નવી હાઉસિંગ લોન પર રિસ્કનું ભારણ ઓછું કરવામાં આવ્યું

તેમણે જીડીપી ગ્રોથ અનુમાન નેગેટિવમાં 9.5% રહ્યું છે. નાના લોન ધારકો માટે 7.5 કરોડ રૂપિયાની લોન માટે મંજૂરી આપી દેવામાં આવી છે. નવી હાઉસિંગ લોન પર રિસ્કનું ભારણ ઓછું કરવામાં આવ્યું છે. તો, ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આરટીજીએસને 24 કલાક લાગુ કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

આરબીઆઇ ગવર્નરે જણાવ્યું કે અમારું ફોકસ ફાયનાન્સને સરળ બનાવવા અને ગ્રોથ વધારવા પર છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખતા આગામી સપ્તાહમાં 20,000 કરોડ રૂપિયાના ઓપન માર્કેટ ઓપરેશન એટલે કે OMO કરવામાં આવશે. જણાવી દઈએ કે OMO હેઠળ કેન્દ્રીય બેન્ક સરકારી સિક્યોરિટી અને ટ્રેઝરી બિલનું ખરીદ વેચાણ કરે છે. ભારતમાં આ કામ આરબીઆઇ કરે છે. આરબીઆઇ જયારે અર્થવ્યવસ્થામાં રૂપિયાની આપૂર્તિ કરવા માંગે છે ત્યારે તે બજારમાં સરકારી સિક્યોરિટી ખરીદ કરે છે. જયારે તેને અર્થવ્યવસ્થામાં રૂપિયાની આપૂર્તિ ઘટાડવાની જરૂરિયાત લાગે છે ત્યારે તે બજારમાં સરકારી સિક્યોરિટી વેચે છે.

ઓગસ્ટમાં પણ રેપો રેટ સ્થિર

જણાવી દઈએ કે, તહેવારોની સિઝનને જોતા આશા કરવામાં આવી રહી હતી કે આરબીઆઇ માંગ વધારવા માટે રેપો રેટમાં ઘટાડી કરી શકે છે, જોકે, એવું કી થયું નહિ. જણાવી દઈએ કે ઓગસ્ટમાં થયેલ એમપીસીની બેઠકમાં આરબીઆઇએ રેપો રેટમાં કોઈ ફેરફાર નહોતો કર્યો. રેપો રેટ 4% પર સ્થિર રહ્યો હતો અને રિવર્સ રેપોરેટને પણ 3.35% પર સ્થિર રાખવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

તૌકતે વાવાઝોડાની અસર: કર્ણાટકના 73 ગામો થયા પ્રભાવિત, મેંગલોરમાં પલટ્યું જહાજ

Pritesh Mehta

પ્રયાગરાજમાં ગંગા-યમુનાના દક્ષિણી છેડે મૃતદેહોને દફનાવવાની સંખ્યામાં વધારો, માટી ઉડતાની સાથે જ દુર્ગંધ ફેલાતા લોકોમાં ભય

Dhruv Brahmbhatt

સંકટ વચ્ચે રાહત/ રાજ્યમાં કેસોમાં નોંધાયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 8 હજાર 210 સંક્રમિતો નોંધાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!