GSTV

ખુશખબર: RBIએ સતત ચોથીવાર ઘટાડ્યો રેપો રેટ, સસ્તી થઇ જશે તમારી EMI

50 rupees note

રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની મૌદ્રિક નિતી સમિતી (એમપીસી)ની બેઠકના પરિણામની ઘોષણા કરવામાં આવી છે. આ બેઠકમાં સામાન્ય લોકોને મોટી રાહત આપતાં રેપો રેટમાં 35 બેસિસ પોઇન્ટના ઘટાડાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય બેન્કના આ નિર્ણય બાદ બેન્કો પર વ્યાજ દર ઘટાડાવાનું દબાણ વધશે.

RBIનો મહત્વપૂર્ણ નિર્ણય

આરબીઆઇની ગત ત્રણ મૌદ્રિક સમીક્ષા બેઠકોમાં રેપો રેટમાં અનુક્રમે 0.25 ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે. એટલે કે ઓગસ્ટમાં સતત ચોથીવાર કેન્દ્રીય બેન્કે રેપો રેટ ઘટાડ્યો છે. સાથે જ રિઝર્વ બેન્કના ઇતિહાસમાં પહેલાવાર એવું બન્યું છે કે જ્યારે ગવર્નરની નિયુક્તિ બાદથી સતત ચાર વાર રેપો રેટમાં ઘટાડો થયો છે.

જણાવી દઇએ  કે વર્ષ 2018ના ડિસેમ્બર મહિનામાં ઉર્જિત પટેલના રાજીનામા બાદ શક્તિકાંત દાસને ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યાં હતા. તે બાદથી અત્યાર સુધી 4 વાર આરબીઆઇની બેઠક થઇ ચુકી છે.

RBIના નિર્ણયની શું થશે અસર

આરબીઆઇના આ નિર્ણયનો લાભ તે લોકોને મળશે જેની હોમ અથવા ઑટો લોનની ઇએમઆઇ ચાલુ છે. હકીકતમાં આરબીઆઇના રેપો રેટમાં ઘટાડાના નિર્ણય બાદ બેન્કો પર વ્યાજદર ઘટાડવાનું દબાણ વધશે.

મહત્વપૂર્ણ છે કે આરબીઆઇ દ્વારા સતત રેપો રેટ ઘટાડવામાં આવ્યાં છતાં બેન્કોએ આશા મુજબ ગ્રાહકોને લાભ નથી આપ્યો. આ જ કારણ છે કે તાજેતરમાં જ નાણા મંત્રી નિર્મલા સીતારમણે બેન્કોને રેપો રેટમાં ઘટાડાનો લાભ લોન લેનારને આપવા કહ્યું હતુ.

Read Also

Related posts

શું સાઉદીના શાહી પરિવારના 150 લોકોને થયો કોરોના ? આઈસોલેશનમાં ગયા કિંગ અને પ્રિંસ સલમાન

Nilesh Jethva

કોરોનાસૂરે ભારતમાં મચાવી તબાહી : 31 માર્ચ સુધી કાબુમાં રહેલા દૈત્યએ 9 દિવસમાં જ 4 ગણા કેસ કરી દીધા

Mayur

બીજા દેશોની તુલનાએ ભારતીય અર્થતંત્રને બેઠુ થતા વાર નહીં લાગે, જુવાનીયાઓની ફોજ જ દેશને હતો એવો ને એવો કરી મોદીને ભેટ આપશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!