GSTV
Business India News ટોપ સ્ટોરી

BIG BREAKING: સતત છઠ્ઠી વખત RBIએ આપ્યો મોટો ઝટકો! તમામ લોન થશે મોંઘી, રેપો રેટમાં 0.25% વધારાની જાહેરાત

સામાન્ય માણસને વધુ એક ઝટકો મળ્યો છે. રોજબરોજની ચીજવસ્તુઓના સતત વધતા ભાવો વચ્ચે વધુ એક મોટો ઝટકો નાગરીકોને મળ્યો છે, RBIએ રેપો રેટમાં વધારો કર્યો છે. વ્યાજ દરોમાં પણ 0.25 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે હવે લોનના હપ્તા પણ મોંઘા થશે. સામાન્ય માણસની કમર વધુ તૂટશે અને ખિસ્સા પર ભારણ વધશે.

હોમ લોન ઓટો અને પર્સનલ લોન બધું મોંઘું


મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25%નો વધારો કર્યો છે. જેના કારણે રેપો રેટ 6.25% થી વધીને 6.50% થયો છે. એટલે કે હોમ લોનથી લઈને ઓટો અને પર્સનલ લોન સુધીની દરેક વસ્તુ મોંઘી થઈ જશે અને તમારે વધુ EMI ચૂકવવી પડશે. મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યા બાદ MPCની આ પ્રથમ બેઠક છે.

રેપો રેટ 0.25 ટકા વધ્યો, 6.25 થી વધીને 6.50 થયો


મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25%નો વધારો કર્યો છે. જેના કારણે રેપો રેટ 6.25% થી વધીને 6.50% થયો છે. એટલે કે હોમ લોનથી લઈને ઓટો અને પર્સનલ લોન સુધીની દરેક વસ્તુ મોંઘી થઈ જશે અને તમારે વધુ EMI ચૂકવવી પડશે. મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યા બાદ MPCની આ પ્રથમ બેઠક છે.

પોલિસી રેપો રેટમાં વધારો


લોન EMIમાં વધારો, રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો

RBIએ 6 વખતમાં 2.50% વધારો કર્યો
RBI મોનેટરી પોલિસીઃ વ્યાજ દરો પર નિર્ણય લેવા માટે 6 ફેબ્રુઆરીથી મોનેટરી પોલિસી કમિટીની બેઠક ચાલી રહી હતી. અગાઉ ડિસેમ્બરમાં મળેલી બેઠકમાં વ્યાજદર 5.90% થી વધારીને 6.25% કરવામાં આવ્યા હતા. RBIએ 6 વખતમાં 2.50 ટકાનો વધારો કર્યો છે. નાણાકીય નીતિની બેઠક દર બે મહિને યોજાય છે. આ નાણાકીય વર્ષની પ્રથમ બેઠક એપ્રિલમાં મળી હતી. ત્યારબાદ RBIએ રેપો રેટને 4% પર સ્થિર રાખ્યો. પરંતુ RBIએ 2 અને 3 મેના રોજ ઈમરજન્સી મીટિંગ બોલાવી અને રેપો રેટ 0.40% થી વધારીને 4.40% કર્યો.

READ ALSO

Related posts

શું કર્ણાટક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ માટે માથાનો દુખાવો બની જશે?

Hina Vaja

વડોદરામાં રેલ્વે સ્ટેશન પાસે કેટલાક રીક્ષાચાલકો મહિલા મુસાફરોની પજવણી કરતા હોવાના લાગ્યાં આક્ષેપ

Nakulsinh Gohil

સાઉદી અરેબિયાની જેલમાં 19 વર્ષ માટે કેદ અમેરિકી નાગરિક મુક્ત, 2021માં સાઉદી અરેબિયાની પોલીસે કરી હતી ધરપકડ

Kaushal Pancholi
GSTV