GSTV
India Trending

નકલી નોટો ઓળખવા માટે RBI લૉન્ચ કરી શાનદાર ઍપ, કરો આ રીતે ડાઉનલોડ

નકલી નોટો સતત પકડાઇ રહી છે. નવી નોટો આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં 11.23 કરોડ રૂપિયાની નકલી નોટો મળી છે. ફાઇનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલીએ રાજ્યસભામાં જણાવ્યુ કે ”દેશમાં નોટબંધી બાદ 29 રાજ્યોમાં આ કરન્સી મળી છે. સાથે જ તાજેતરમાં RBIએ નકલી નોટોની ઓળખ માટે એક મોબાઇલ એપ લોન્ચ કરી છે.”

2000 અને 5000 રૂપિયાની નવી નોટો વિશે દરેક લોકોને જણાવવામાં આવ્યુ છે જેનાથી લોકો નકલી નોટ ઓળખ સરળતાથી કરી શકશે. ”INR Fake Note Check Guide”એપને એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ ગૂગલ પ્લે સ્ટોર પરથી અને iPhone યૂઝર્સ  એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકે છે. આ લિંકને ડાઉનલૉડ કરવા માટે અહીંયા ક્લિક કરો.

ફાઇનાન્સ મિનિસ્ટરે કહ્યુ કે ”નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના ડેટા અનુસાર અત્યાર સુધીમાં 1,57,797 નકલી નોટો મળી છે જેની વેલ્યુ 11.23 કરોડ રૂપિયા હતા.”

ઉલ્લેખનીય છે કે મોદી સરકારે 8 નવેમ્બર, 2016ના સૌથી મોટું પગલું ભર્યુ હતુ. આ પગલું નકલી નોટોને ચેક કરવા માટે, આતંકવાદમાં જતા રૂપિયા અને કાળા ધનની  તપાસ કરવા માટે લેવામાં આવ્યુ હતુ. આ અંતર્ગત સરકારે હાઇ કરન્સી નોટ બંધ કરી દીધી હતી ત્યાર બાદ રિઝર્વ બેંકને મહાત્મા ગાંધીની નવી સીરિઝની 500 અને 2000ની નવી નોટો લોન્ચ કરી હતી.

Related posts

ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો

GSTV Web News Desk

Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા

Vishvesh Dave

IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ

Hardik Hingu
GSTV