GSTV

94 વર્ષ જૂની બેંક ઉપર આવ્યું મોટું સંકટ, ખાતાધારકોને મળ્યો આ મેસેજ

લગભગ 94 વર્ષ જૂની પ્રાઈવેટ સેક્ટરની લક્ષ્મીવિલાસ બેંક (એલવીબી) ના મેનેજમેન્ટમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. આ જ કારણે હવે ભારતીય રિઝર્વ બેંકે દખલગીરી – દરમિયાનગીરી કરવાનો નિર્ણય લીધો છે. હકિકતમાં રિઝર્વ બેંકે લક્ષ્મીવિલાસ બેંકની દૈનિક ગતિવિધિને જોવા માટે નિર્દેશકોએ ત્રણ સભ્યોની સમિતિ (સીઓડી)નું ગઠન કરવાની મંજૂરી આપી દીધી છે. આ સમિતિ વચગાળાના આધારે મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓની વિવેકપૂર્ણ સત્તાનો ઉપયોગ કરશે. તેના ત્રણ સ્વતંત્ર ડિરેક્ટર મીતા મખાન, શક્તિ સિંહા અને સતિષ કુમાર કાલરા છે. સમિતિના અધ્યક્ષ મીતા મખાન છે.

આ મંજૂરી શેરધારકો દ્વારા બેંકના સાત ડિરેક્ટરોને બરતરફ કર્યા પછી આપી

આરબીઆઈએ આ મંજૂરી શેરધારકો દ્વારા બેંકના સાત ડિરેક્ટરોને બરતરફ કર્યા પછી આપી છે. તમને જણાવી દઈએ કે લક્ષ્મીવિલાસ બેંકની વાર્ષિક સામાન્ય સભામાં (એજીએમ) શુક્રવારે શેરહોલ્ડરોએ એલવીબીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) સહિત સાત ડિરેક્ટર અને ઓડિટર્સને બરતરફ કર્યા હતા.

બેંકની રોકડ સ્થિતિ સંતોષજનક

બીજી તરફ, નવા બોર્ડે રોકાણકારોને ભરોસો – ખાતરી આપી હતી કે બેંકની રોકડ સ્થિતિ સંતોષજનક છે. સાથે જ જમાકર્તા- થાપણદારોને એમ પણ કહ્યું કે તેમના નાણાં સંપૂર્ણ રીતે સલામત છે. બેંકના જણાવ્યા મુજબ, થાપણદારો, બોન્ડધારકો અને ખાતાધારકો તેમજ કરજદારોને સંપૂર્ણ રીતે નિશ્ચિત રહો. બેંકના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લક્ષ્મી વિલાસ બેંક કાયદા અનુસાર દરેક જરૂરી માહિતી જાહેરમાં વહેંચશે.

બેંકે ફાર્મા કંપની રેનબૈક્સીના પૂર્વ પ્રમોટર્સને 720 કરોડ રૂપિયાની લોન

બેંકની મુશ્કેલી ત્યારે શરૂ થઈ જ્યારે તેણે એસએમઇ (નાના અને મધ્યમ ઉદ્યોગો) ને બદલે મોટી કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. બેંકે ફાર્મા કંપની રેનબૈક્સીના પૂર્વ પ્રમોટર્સ મલવિન્દરસિંહ અને શિવિંદર સિંઘના રોકાણ એકમને 720 કરોડ રૂપિયાની લોન આપી હતી. આ લોન વર્ષ 2016ના અંતમાં અને વર્ષ 2017ની શરૂઆતમાં794 કરોડ રૂપિયાની ટર્મ લોન આપી હતી. અહીંથી જ બેંકની સમસ્યાઓ શરૂ થઈ હતી.

નાણાકિય વર્ષમાં રૂ. 836.04 કરોડની ખોટ થઈ

આ દરમિયાન આરબીઆઈએ સપ્ટેમ્બર 2019માં નોન પરફોર્મિંગ એસેટ્સ( એનપીએ) વધવાની સાથે બેંકોને તાત્કાલિક સુધારાત્મક કાર્યવાહી કરવા માટે રાખ્યા હતા. જો કે બેંકને માર્ચ 2020ના સમાપ્ત થતા નાણાકિય વર્ષમાં રૂ. 836.04 કરોડની ખોટ થઈ હતી.

READ ALSO

Related posts

પિંક રંગની બિકિની પહેરીને પૂલમાં પોઝ આપતી જોવા મળી રશ્મિ દેસાઇ, સોશ્યલ મીડિયામાં લગાવી દીધી આગ

Karan

રાજ્યમાં 462 કોરોના વોરિયર્સ આવ્યા મહામારીની ઝપેટમાં, મૃત્યુદર 1.02 ટકાથી વદીને 4 ટકાએ પહોંચ્યો

Nilesh Jethva

સના ખાન અને અનસ સૈયદે આમ પ્રેમથી ઉતારી એકબીજાની નજર, જુઓ વીડિયો

Karan
Do NOT follow this link or you will be banned from the site!